Site icon Gramin Today

રાષ્ટ્રીય એકતા દિવસ ની તૈયારી: કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલ કોવિડ ટેસ્ટિંગમાં આજે ૦૨ પોઝિટિવ નોંધાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપળા : આગામી ૩૧મી ઓક્ટોબરે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી થનાર છે, આ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેવડિયા ખાતે આવશે અને એકતા પરેડમાં ભાગ લેશે, ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ઉભા કરાયેલા નવા આકર્ષણોનું લોકાર્પણ કરવાના છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આગામી ૩૧મી ઓકટોબરના કાર્યક્રમ ને ધ્યાને લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફરજ બજાવતાં કર્મચારીઓ અધિકારીઓ સુરક્ષાકર્મીઓના કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયા છે, કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને આજે તા.૧૮ મી ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ કોરોનાના કુલ ૧૦૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તે પૈકી ૦૨ કેસ પોઝિટીવ નોંધાયા છે, જ્યારે આ ઉજવણી સંદર્ભે કેવડીયા ખાતેના આજ દિન સુધી કુલ ૧૭૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે, આગામી ૩૧મી ઓક્ટોબર પહેલા સંપૂર્ણપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને કોરોના મુક્ત કરવા તરફ તંત્રએ દોડ લગાવી છે.

Exit mobile version