Site icon Gramin Today

રાજસ્થાનમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ થયેલી નારાજગીના ગુજરાતમાં પડઘાં:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજસ્થાનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ ગુજરાતના ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ પડ્યાં છે. રાજસ્થાનમાં બીટીપીએ આદિવાસી વિસ્તારની તાલુકા પંચાયતોમાં વધુ બેઠકો ઉપર વિજય મેળવ્યો હોવા છતાં ભાજપ અને કોંગ્રેસે બીટીપીને પછાડવા ગઠબંધન કરી પંચાયતનો વહીવટ સંભાળી લીધો હતો. જેના પગલે બીટીપીના રાજસ્થાનમાં બે,  નર્મદા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ આપેલું સમર્થન પાછુ ખેચ્યું હતું. જેની જાહેરાત ઝઘડિયાના બીટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયા થકી બે દિવસ પૂર્વે જ કરી હતી.

ધારાસભ્યોએ ગેહલોત સરકારને સાથે કરેલું ગઠબંધન તોડવાની લોકોના હીતમાં ગઠબંધન તોડવાનો નિર્ણય લીધો.

રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસે અપનાવેલા વલણને પગલે શનિવારે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સાથે કરેલું ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી.  સાથે સાગબારા તાલુકા પંચાયતમાં કરેલું ગઠબંધન પણ પાછું ખેંચ્યું. જોકે, ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતની વર્તમાન બોડીનો કાર્યકાળ પૂર્ણ થવાને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે આગામી ચૂંટણીમાં બીટીપીનું સ્ટેન્ડ અલગ રહેશે તેવા સંકેતો આપી દિધા હતા.

ભાજપ અને કોંગ્રેસ બન્ને એક જ છે. લોકોના હીત માટે અમે ભારતીય ટ્રાયબલ પાર્ટીએ કોંગ્રેસ સાથેના ભરૂચ અને નર્મદા જીલ્લા પંચાયતમાં ગઠબંધનને તોડવાનો નિર્ણય લીધો છે. આદિવાસી વિસ્તારોમાં પાચમી અનુસૂચિની અમલવારી કરવામાં આવે તેવી અમારી માંગણી આગામી સમયમાં પણ રહેશે, તેમ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા એ જણાવ્યું હતું.

જિલ્લા પંચાયતમાં બીટીપી પાસે 9 બેઠકો હતી. જ્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં બીટીપીની માત્ર 6 બેઠકોહોવા છતાં કિંગમેકર બની હતી. જોકે, હાલ બંને જિલ્લા પંચાયતમાં હોદેદારોની ટર્મ પૂર્ણ થવામાં છે.

Exit mobile version