Site icon Gramin Today

રાજપીપલા અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ સુરક્ષાનું ચક્ર બનીને એક મહિલાની મદદે પોહચી :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

રાજપીપલા અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ સુરક્ષાનું ચક્ર બનીને એક મહિલાની મદદે પોહચી;

મહિલા હેલ્પલાઇન ટીમે બંને પક્ષનું અસરકારક કાઉન્સિલગ કરી સમાધાન કર્યું!!!

નર્મદા: રાજયની મહિલાઓને કોઇપણ પ્રકારની ઘરેલું હિંસા હોય કે શારીરિક-માનસિક કે જાતિય સતામણી હોય કે પછી અન્ય કોઇ મુશ્કેલી હોય તેમના માટે સુરક્ષાનું ચક્ર બનીને સતત ૨૪ કલાક અભયમની ટીમ કાર્યરત રહીને મહિલાઓને મુશ્કેલીના સમયમાં હૂંફ અને સધિયારો પૂરો પાડી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકા પાસે નાં એક ગામ માંથી એક મહિલા નો 181 અભ્યમ માં કોલ આવેલ અને જણાવેલ કે તેમનાં પતિ નશો કરી જમવા બાબતે હેરાન કરે છે માટે તેમને સમજાવવા 181 રેસ્ક્યું વાનની મદદ માંગી ત્યાર બાદ રાજપીપલા અભ્યમ મહિલા હેલ્પલાઈન ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષો નું અસરકારક કાઉન્સિલગ કર્યું ત્યારે જાણવા મળ્યું પતિ પત્નીનાં લવ મેરેજ નાં 11 વર્ષ થયા અને એક 4 વર્ષનો છોકરો છે પત્નિ ને હાલ પ્રેગનેન્સી નાં 9 મો મહિનો ચાલે છે, પતિ ગ્રામ પચાયતનાં સભ્ય છે કોઈ કામ ધંધો કે ખેત મજુરી કરતાં નથી અને ચૂલો સળગાવવા માટે લાકડા પણ ફાડી આપતા નહિ આવી પરસ્થિતિમાં પણ હું મજુરી કામ કરું છું, પતિ ચૂંટણીનાં લોકો જોડે આઠ મહિના થી નશો કરવાનું ફરી ચાલુ કર્યું ત્યાર થી ઘરમાં આવી હેરાન ગતિ છે તેમજ આજે જમવામાં ભાત બનાવેલું તે ગરમ ગરમ તપેલું ફેકી દીધું અને શાક નાં બનાવ્યું તેમ જણાવી અપશબ્દો બોલતા પત્નિ જણાવે કે ઘર માં એક પૈસા આપતા નથી, વિમલ પાન ખાવા મારી જોડે પૈસા માગે છે અને મને હેરાન કરે છે, હુ ગામમાં લવ મેરેજ કર્યા મારા માં-બાપ નથી માટે 181 ટીમને બોલાવી રાજપીપલા અભ્યમ મહિલા હેલ્પલાઈન ટીમ પોહચી કાઉન્સિલગ કરી બને પતિ પત્નિને સમજાવ્યાં તેમજ પતિ સમજવા તૈયાર થયા કે આજ પછી હું સુધરી જઈશ અને પત્ની પાસે માફી માંગી ત્યાર બાદ રાજપીપલા અભ્યમ મહિલા હેલ્પલાઈન ટીમે સમાધાન કરી કાયદેસર લખાણ કરાવ્યુ હતું.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા

Exit mobile version