Site icon Gramin Today

યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત ડોર ટુ ડોર જઇ લોકોને જાગૃત કર્યા: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ  દિનકર બંગાળ  

એકલવ્ય સ્કૂલ આહવાના વિદ્યાર્થીઓએ “યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩” અંતર્ગત ડોર ટુ ડોર જઇ લોકોને જાગૃત કર્યા: 

વઘઈ: ડાંગ જિલ્લાની મામલતદાર કચેરી દ્વારા “યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩” ની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ યોજવાની સુચના અનુસાર, આહવા ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજી લોકોને જાગૃત કર્યા હતા.

આહવા એકલવ્ય સ્કૂલના વિધ્યાર્થીઓએ આહવા નગરના મિશન પાડા વિસ્તારમા જઇને લોકોમા “મતદાન જાગૃતિ ” વધે અને લોકો પોતાના મતનું મહત્વ જાણે અને સમજે તે માટે વિધ્યાર્થીઓ દ્વારા ડોર ટૂ ડોર જઈને લોકોને માહિતગાર કરવામા આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યા સુ.શ્રી સોનલ મેકવાનના માર્ગદર્શન હેઠળ યોજવામા આવ્યો હતો.

Exit mobile version