શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
શ્રી હરિકૃષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જીલ્લામાંથી દારૂના દુષણ ને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનાને પગલે શ્રી એ.એમ.પટેલ, પો.ઇન્સ. એલ.સી.બી.નાઓ તથા શ્રી સી.એમ.ગામીત પો.સ.ઈ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. અશોકભાઇ ભગુભાઇ બ.નં. ૭૪૫ તથા અ.હે.કો. વિજયભાઇ ગુલાબસીંગ બ.નં. ૭૦૨ નાઓને બાતમી મળેલ કે રાજપીપળા પો.સ્ટે. વિસ્તારના મોટી ભમરી ગામ ખાતે વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે મોટી ભમરી ગામ ખાતે રેઇડ કરતા બોલેરો ગાડી નં. GJ- 22- U-1529 માં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂના ક્વાટરીયા નંગ-૯૧૨ કિ.રૂ. ૯૧,૨૦૦/- તથા બોલેરો ગાડી-૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/ સાથે કુલ્લે કિ.રૂ. ૩,૯૧,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નિતીનભાઇ વિઠ્ઠલભાઇ વસાવા રહે.મયાસી તા.નાંદોદ જી.નર્મદાનાને ઝડપી પાડી તથા આરોપી (૧) વિનોદ વસાવા રહે. વેલઠંડી (૨) મનુરભાઇ મધુરભાઇ વસાવા રહે. મોટીભમરી તા.નાંદોદ જી.નર્મદા. (૩) અશોકભાઇ રહે. દડ ગામ તા.અકલકુવા જી નંદુરબાર ના ગુનાના કામે વોન્ટેડ જાહેર કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી તમામ આરોપીઓ વિરુદ્ધ માં કાયદેસરની કાર્યવાહી કરી રાજપીપળા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો.
પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા નાઓ દ્વારા જીલ્લામા ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે સખ્ત પગલાં લેવા તથા વધુમાં વધુ હોય તથા નાકાબંધી દ્વારા આવા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવાનો સુચના પગલે નર્મદા નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ છે.