Site icon Gramin Today

મહિલા હેલ્પલાઇન ડાંગ દ્વારા સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા અંગે કાર્યક્રમ સંપન્ન થયો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

આજરોજ અભયમ-181મહિલા હેલ્પલાઇન ડાંગ દ્વારા સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા અંગે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો:

ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહેલ છે જેના ચોથા દિવસે સ્ત્રી ભૂણ હત્યા અટકાવો બાબત ના વિષય પર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકારશ્રીની કોવિડ -19 ગાઈડ લાઈન ને અનુસરી જિલ્લો ડાંગ તાલુકો આહવા ગામ કાહાડોલઘોડી મા 181 અભયમ મહિલા હેલ્પલાઇન કાઉન્સિલર દ્વારા ઉપસ્થિત બહેનોન સ્ત્રી ભૂણ હત્યા વિશે માહિતી આપતાં જણાવેલ કે ભ્રુણ હત્યા પરીક્ષણ કરવું કાયદા હેઠળ પ્રતિબંધ છે જે દ્વારા સ્ત્રી ભ્રુણ હત્યા રોકી, સ્ત્રી પુરુષ જન્મ દર ની સમાનતા લાવવાનો છે આ ઉપરાંત મહિલાઓના કોઈપણ શારીરિક, માનસિક કે જાતીય સતામણી મા અભયમ 181મહિલા હેલ્પલાઇન ની મદદ મેળવવી જોઈએ આ ઉપરાંત હેલ્પલાઇન દ્વારા ઘરેલુ હિંસા, લગ્નજીવનના વિખવાદો, કામકાજ ના સ્થળે જાતીય સતામણી, બાળલગ્ન અટકાવવા અને મહિલાલક્ષી સરકારી યોજનાઓ ની માહિતીપણ મેળવી શકાય છે આમ અભયમ ટીમ ડાંગ દ્વારા મહિલાઓ ને માહિતી પુરી પાડવામાં આવી હતી.

Exit mobile version