શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપલા, સોમવાર : મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્રારા દર સોમવારે ૩ થી ૬ વર્ષના બાળકોના વાલીઓ માટે ઉંબરે આંગણવાડી કાર્યક્રમ તેમજ દર મંગળવારે સગર્ભા ધાત્રી તથા કિશોરીઓ માટે સેટકોમ કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે જે અંતર્ગત તા. ૨૨ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને મંગળવારના રોજ બપોરે ૨:૦૦ થી ૩:૦૦ કલાકે ટીવી ચેનલ વંદે ગુજરાત-૧ પર,મોબાઇલમાં જીઓ એપ મારફતે ચેનલ વંદે ગુજરાત-૧ પર અને WCD gujrat ફેશબુક પેજ પર પૂર્ણા દિવસની ઉજવણી અંતર્ગત સર્ગભા ધાત્રી માતા તથા કિશોરીઓને માસિક સ્ત્રાવ અને તે દરમિયાન વ્યકિતગત સ્વચ્છતા માટેની પધ્ધ્તિઓ વિષય પર માર્ગદર્શન પુરૂ પાડવામાં આવનાર છે. વધુમાં કાર્યક્રમ પૂર્ણ થયે કિવઝનું આયોજન કરવામાં આવેલ છે વધુમાં જીવંત પ્રસારણ નિહાળી ન શકયા હોય તે યુ-ટયુબ ચેનલ WCD gujrat ચેનલ પર અન્ય કોઇપણ સમયે નિહાળી શકાશે. તેમજ જયાં DTH કનેકશન, જીઓ મોબાઇલ, નેટવર્ક પ્રોબલેમ હોય ત્યાં ડીડી ગિરનાર પર ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૦૦ સુધી જોઇ શકાશે. ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓએ આ કાર્યક્રમ અચૂક નિહાળવા જિલ્લા આઇસીડીએસ, પ્રોગ્રામ ઓફિસરશ્રી, નર્મદા-રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.