Site icon Gramin Today

પશુપાલન વિભાગની દસ ગામ દીઠ ફરતા દવાખાનાના બોર્ડમાં અધૂરી માહિતી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

દેડિયાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન ખાતાની સેવા 1962ની ઇમરજન્સી સેવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ચીકદા ડેડીયાપાડાના, મંડાળા, ગારદા ગામ પાસે પશુપાલન ખાતાની સેવા 1962ની ઇમરજન્સી દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની માહિતી દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. પરંતુ તેના પરની માહિતી અધૂરી રહેતા પશુપાલકો મુંઝવણમાં મુકાયા છે. આ બોર્ડ ઉપર ફક્ત ગામ નું નામ જ લખેલું છે. તેમાં રૂટ નો દિવસ, સમય, સ્થળ પશુચિકિત્સક નું નામ, મોબાઈલ નંબર જેવી વગેરે  માહિતી અધૂરી છે. આ વિસ્તારમાં પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા ઘણા બધા પશુપાલકો આવેલા છે. પશુઓ બીમાર થાય ત્યારે ક્યાં, ક્યારે, અને કોને બતાવવું તેની જાણકારી હોવી ખુબજ જરૂરી છે.

Exit mobile version