Site icon Gramin Today

નાનીબેડવાણ બેંક ઓફ બરોડા બ્રાન્ચ ખાતે નેટવર્ક ન હોવાના કારણે ખાતેદારોને હાલાકી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નાનીબેડવાણ બેંક ઓફ બરોડા બ્રાન્ચ ખાતે ઇન્ટરનેટ નેટવર્ક ન હોવાના કારણે ખાતેદારોને હાલાકી;

હોળી જેવા તહેવારો પહેલાં જ બેંકમાં નેટવર્કનાં ધાંધિયા હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો, 

ખાતેદારોને બેંક કર્મચારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતાં ખાતેદારો આખો દિવસ નેટવર્કની રાહ જોઈ બેંકની આગળ તાપ માં ભૂખ્યા અને તરસ્યા બેસી રહેવા મજબુર!

વારંવાર ચર્ચામાં આવતી બેંક ઓફ બરોડા નાની બેડવાણ બ્રાન્ચ દિવાળીના ગણતરીના દિવસો પહેલા જ નેટવર્ક ન આવવાના કારણે બેંક માં આવતા ખાતેદારોને રજણતી ગરમીમાં ભૂખ્યા અને તરસ્યા આખો દિવસ નેટવર્ક ની રાહ જોઈને બેસી રહેવાનો વારો આવી પડ્યો છે, બેન્ક દ્વારા પણ સંતોષકારક ખાતેદારોને જવાબ નથી આપવામાં આવતો કે નથી નોટિસબોર્ડ મારવામાં આવતું, ખાસ સીનીયર સીટીઝન ને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે, અહીં સુધી આવવા જાવ માટે વાહન વ્યવહારની પણ પૂરતી સગવડ ન હોવાના કારણે લોકો દૂર-દૂરથી ચાલતાં જ બેંક માં આવવા મજબૂર બને છે, અને આખો દિવસ નેટવર્ક ની રાહ જોઈ બેસી રહેતા હોય છે, ખાસ આજ કાલ સામાજિક પ્રસંગો, તેમજ હોળી જેવા તહેવારો નજીક જ આવી ગયા છે, ત્યારે લોકોને પોતાનો ઘર વપરાશનો સામાન તેમજ તહેવારની ઉજવણી માટે પોતાના ખાતામાં પડેલ પૈસા ઉપાડવા માટે આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા લાઈનમાં ઉભા રહેવું પડતું હોય છે, સાથે જ લાઈનમાં ઉભા રહે ત્યારે નેટવર્ક ન આવવાના કારણે લોકો ખૂબ જ તકલીફ માં મુકાતા હોય છે.

બેંક ઓફ બરોડા નાની બેડવાણ બ્રાન્ચના મેનેજર જશુભાઇ વસાવા સાથે પત્રકાર દ્વારા વાતચીત કરતા જણાવ્યું કે નેટવર્ક ક્યારે આવે એ નક્કી નથી. સવાર થી જ નેટવર્ક નથી અમે કોલ કરી ઉપર જાણ કરી છે. પરંતુ સવાલ એ થાય છે કે સવાર થી નેટવર્ક નથી, તો બેંકની બહાર ગરમીમાં બેસી રહેતા ખાસ વૃદ્ધ વડિલો ને કેમ નોટિસ મારફતે કે મૌખિક જાણ નથી કરવામાં આવતી? બેંક નો અડધો દરવાજો પણ બંધ કરી હોમગાર્ડ સહિતના કર્મચારીઓ નેટવર્ક નો હોવાના કારણે મોબાઈલમાં ડોકિયું કરતાં નજરે પડી રહ્યા છે. ત્યારે આવા આદિવાસી વિસ્તાર માં વારંવાર સર્જાતા બેંકો માં નેટવર્ક ના પ્રશ્નો બાબતે રજૂઆત કોણ કરશે.?? બેંક ઓફ બરોડા નાનીબેડવાણ બ્રાન્ચના અધિકારીઓ તો ઉપર જાણ કરી છે કહી પંખા નીચે ઠંડી હવા ખાઇ રહ્યા છે. અને આદિવાસી પ્રજા લાઈનમાં ઉભા રહી તડકામાં ભૂખ્યા અને તરસ્યા નેટવર્ક ની રાહ જોતા અહીંયા ઉભો રહી આખો દિવસ પસાર કરી જાય છે. 

Exit mobile version