Site icon Gramin Today

નવસારી જિલ્લાની માનવ કલ્યાણ ટ્રસ્ટ અને સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લેતા રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ:

સમાવેશક અને સંવેદનશીલ સમાજ નિર્માણ માટે સરકાર હંમેશા પ્રતિબદ્ધ : રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ

કમલેશ ગાંવિત, નવસારી: મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના રાજ્ય મંત્રીશ્રી મનિષાબેન વકીલએ માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત મુક બધિર અને મનોદિવ્યાંગ બાળકોની વિવિધલક્ષી વિદ્યાલયની મુલાકાત લઈ ત્યાં બાળકો માટે અપાતી વિશેષ શિક્ષણ પદ્ધતિઓ તથા સેવાઓ નિહાળી ટ્રસ્ટના સંચાલકો પાસેથી માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સાંકેતિક ભાષા દ્વારા સંવાદ કરી તેમના અભ્યાસ અને કલાત્મક ક્ષેત્રે કરેલી પ્રગતી અંગે પ્રશંસા વ્યક્ત કરી હતી અને સંસ્થાના શિક્ષકોની નિષ્ઠાભર્યા પ્રયત્નોને બિરદાવ્યા હતા.

વધુમાં મંત્રીશ્રી મનિષાબેન વકીલે તેમણે ઉચ્ચ અભ્યાસ અને કુશળતા વિકાસ દ્વારા ખાસ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને સ્વાવલંબન તરફ દોરી જવાની કામગીરીની સરાહના કરી હતી.
મંત્રીશ્રી મનિષાબેન વકીલ એ માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રિન્ટીંગ પ્રેસ , સીવણ વિભાગ અને હસ્તકલા વિભાગમાં કાર્યરત મંદિરના મુક બધિર અને મનો દિવ્યાંગ બાળકોની વિવિધલક્ષી વિદ્યાલયની મુલાકાત દરમિયાન ત્યાં આપવામાં આવતી વિશેષ તાલીમ, દૈનિક જીવનકૌશલ્ય અને માનસિક વિકાસ માટેના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી.

મંત્રીશ્રી મનિષાબેન વકીલએ ત્યારબાદ નવસારી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ આવેલા ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઈ મહિલાઓને મળતી કાનૂની, તબીબી, માનસિક સલાહ અને પુનઃસ્થાપન સેવાઓની વિસ્તૃત વિગતવાર માહિતી નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ આપી હતી . આ મુલાકાત દરમિયાન નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા , નવસારી પ્રાંત અધિકારીશ્રી જનમ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા .
નવસારી જિલ્લાની મુલકાત પ્રસંગે મંત્રીશ્રી મનીષાબેન વકીલનું નવસારી સંસ્કૃતિ ભવન ખાતે સામાજિક આગેવાનો દ્વરા સ્વાગત કરાયું હતું સાથે બેઠક યોજી સામાજિક કલ્યાણ યોજનાઓના અસરકારક અમલ અને જનસહભાગિતાની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી.

Exit mobile version