Site icon Gramin Today

નવજ્યોત સ્કૂલ ખાતે સ્વસ્છતા, પર્યાવરણ, દિપોત્સવ, તથા મતદાર જાગૃતિ વિષયો પર રંગોળી સ્પર્ધા યોજાઇ :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

સુબિરની નવજ્યોત સ્કૂલ ખાતે સ્વસ્છતા, પર્યાવરણ, દિપોત્સવ, તથા મતદાર જાગૃતિ વિષયો પર રંગોળી સ્પર્ધા યોજાઇ;

ડાંગ, આહવા: નવજ્યોત શાળા-સુબિર ખાતે તાજેતરમા જુદા-જુદા વિષયો જેમ કે, સ્વસ્છ ભારત, પર્યાવરણ બચાવો, દિપોત્સવી પર્વ, મતદાર જાગૃતિ, વગેરે ચાર વિષયો પર રંગોળી સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ સ્પર્ધામા ધોરણ-૪ થી ધો-૧૨ ધોરણના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાની વહેચણી વિભાગ પ્રમાણે કરવામા આવી હતી. જેમા પ્રાથમિક વિભાગ ધોરણ -૪, ૫ માટે દિવાળી પર્વનો વિષય ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ-૬ થી ૮ માટે પર્યાવરણ વિષય અને માધ્યમિક તથા ઉત્તર માધ્યમિક વિભાગ ધોરણ-૯ થી ૧૨ માટે સ્વસ્છ ભારત તથા મતદાર જાગૃતિ આમ ચાર વિષયો ઉપર રંગોળી સ્પર્ધા યોજવામા આવી હતી. જેમા શાળાના કુલ 460 જેટલાં વિદ્યાર્થીઓ  ભાગ લિધો હતો.

શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી સ્પર્ધાથી સ્વસ્છતા, પર્યાવરણ બચાવો, દિપોત્સવ, તથા મતદાર જાગૃતિ અંગેનો સંદેશ દરેક નાગરિક સુધી પહોંચે તે માટે વિદ્યાર્થીઓના વાલીઓને પણ મતદાર અંગેનો સંદેશો આપવામા હતો. સ્પર્ધાનુ આયોજન શાળાના શિક્ષકો બંગાળ રમીલાબેન, ગાવિત સીતારામભાઇ તેમજ તેમજ નવજ્યોત શાળાના આચાર્ય સિ.મનિષા ગામિતના માર્ગદર્શન હેઠળ યોજવામા આવ્યુ હતુ.

Exit mobile version