Site icon Gramin Today

નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખદબદતી ગંદકી સ્ટાફ અને દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં?!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપળા : નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આવેલા ક્ષય વિભાગ અને દર્દીઓના બનતા ભોજન ના રસોડા પાસેજ ખદબદતી ગંદકી ના કારણે અતિશય દુર્ગંધ થી સ્ટાફ તો હેરાન છે સાથે સાથે દર્દીઓ માટે બનતા ભોજન ના રસોડા સામેજ આ ગંદકી ના કારણે ભોજન પર પણ સવાલ ઉઠ્યા છે.

જીલ્લાની વડી આ હોસ્પિટલમાં રોજ સારવાર અર્થે આવતા દર્દીઓ સાજા થવા આવતા હોય છે પરંતુ આવી હાલત પર થી દર્દીઓ વધુ બીમાર થાય તેમ લાગી રહ્યું છે. ત્યાં હાજર અધિકારીઓ શુ આ ગંદકી બાબતે અજાણ છે.? મહત્વની વાત તો એ છે કે ત્યાં બાજુમાંજ ક્ષય વિભાગ નો સ્ટાફ બેસતો હોય તેમની હાલત ગંદકીની દુર્ગંધ ના કારણે બગડે એ પણ સ્વાભાવિક છે.માટે સિવિલ સત્તાધીશો આળસ ખંખેરી પી.એમ.મોદીના સ્વચ્છતા અભિયાન નું દર્દીઓ અને સ્ટાફ ના હિત માં પાલન કરાવે તે જરૂરી છે.

Exit mobile version