Site icon Gramin Today

નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં મહાનુભાવોના હસ્તે “સાત પગલા ખેડૂત કલ્યાણ” ” સહિત વિવિધ યોજનાકીય ૧૨૪૪ લાભાર્થીઓને કિટ્સ અને સાધન સહાયનું કરાયું વિતરણ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

નર્મદા જિલ્લાના ઉક્ત તમામ તાલુકાઓમાં જે તે તાલુકા વિસ્તારના વરિષ્ઠ પદાધિકારીઓશ્રી/અધિકારીશ્રીઓ, પ્રગતિશીલ ખેડૂતો, ધરતીપુત્રો, પશુપાલકો વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા ઉક્ત કિસાન કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આગામી ૨૦૨૨ ના વર્ષ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની સાથોસાથ દેશના ખેડૂતોને સમૃધ્ધ બનાવવાના કરેલા નિર્ધારને ચરિતાર્થ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી કૃષિ કલ્યાણની અનેકવિધ યોજનાઓ થકી લાભ લઇ પ્રગતિ કરી રહેલા ખેડૂતોની ગાથા વર્ણવાની સાથોસાથ કૃષિ ઇનપુટ સહાય, સાત પગલા ખેડૂત કલ્યાણનાં, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, પાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચમાં સહાય, પાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારુ કિટ્સ સહાય, ફળ-શાકભાજીના છૂટક વિક્રેતાઓને વિનામૂલ્યે છત્રી, રાજ્યના સિમાંત ખેડૂતો અને ખેતમજૂરોને પરાંપરાગતને બદલે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ્સ આપવાની યોજના, તારની વાડની યોજના, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ(૨૦૧૬-૨૧) કૃષિ ઔધોગિક એકમો અને આંતર માળખાકીય યોજનાઓ માટે નાણાંકીય સહાયની યોજના, ટેકાના ભાવે ખરીદી, ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના, સૂક્ષ્મ સિંચાઇ, કૃષિલક્ષી સહાયકારી યોજના, ટ્રેક્ટર-કૃષિ યાંત્રિકરણ, રાસાયણિક ખાતર, આત્મા અંતર્ગત “અમૃત આહાર મહોત્સવ” સુશાસન વગેરે અંગે આંકાડાકીય વિગતો સાથે યોજનાકીય રૂપરેખા આપી હતી.

નર્મદા જિલ્લામાં તમામ પાંચેય તાલુકાઓમાં યોજાયેલી કૃષિ કલ્યાણ કાર્યક્રમમાં “સાત પગલા ખેડૂત કલ્યાણ” અને ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કિટ્સ અને સાધન સહાયનું વિતરણ ઉપરાંત શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર એનાયત કરી તેનું સન્માન કરાયું હતું જેમા, પાકૃતિક જીવામૃત માટે ૫૦૦ લાભાર્થીઓ સરકારનો છાયડો છત્રી સહાયમાં ૨૭૫ લાભાર્થીઓ, ૧૨ શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર, માનવ ગરીમાં યોજના હેઠળ ૧૯૩ લાભાર્થીઓ, માનવ કલ્યાણ યોજનામાં ૧૬૧ લાભાર્થીઓ સહિત કુલ ૧૨૪૪ લાભાર્થીઓને જે તે લાભોનું વિતરણ કરાયું હતું.

Exit mobile version