Site icon Gramin Today

દેવમોગરા ખાતે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાની કોર કમિટીની બેઠક:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જનકુમાર

દેવમોગરા ખાતે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાની કોર કમિટીની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું; 

સાગબારાનાં દેવમોગરા ખાતે આમ આદમી પાર્ટીના હોદેદારો તેમજ પાર્ટીના કાર્યકરો દ્વારા નર્મદા જિલ્લાની કોર કમિટીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગત સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં પાર્ટીની અને સંગઠન ની સમીક્ષા બાબતે ચર્ચાઓ થઈ હતી. સાથે સાથે આવનાર સમયમાં સમગ્ર નર્મદા જિલ્લામાં પાર્ટીના સંગઠનનો પાયો મજબૂત અને દ્રઢ કરવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લો કઈ રીતે કામ કરશે તે બાબતે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી.

આ બેઠકમાં નર્મદા જિલ્લા પ્રમુખ ડૉ.કિરણભાઈ વસાવા અને દેડીયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઈ વસાવા અને અન્યો કાર્યકરો હાજર રહ્યા હતા.

આજ રોજ થી નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની સદસ્યતા અભિયાન ને પુરજોશ થી વધારવાનો પણ નિર્ણય પણ આ મિટિંગમાં કરવામાં આવ્યો હતો. 

 

Exit mobile version