Site icon Gramin Today

તિલકવાડાં તાલુકાના કેસરપુરા ગામનો યુવાન પાણીમાં તણાયા બાદ શોધખોળ ચાલુ:

 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા,   સર્જન વસાવા

નર્મદા : તિલકવાડા,   કેસરપુરા અને માહિજીપૂરા ને જોડતો બ્રિજ નીચી સપાટી નો હોવાથી વારંવાર તેના ઉપર થી પાણી ફરી વળતા આવા બનાવો બનતા હોય ઊંચો બ્રિજ બનાવવા લોકો માંગ કરી રહ્યાં છે

નર્મદા જિલ્લાના તિલકવાડાં તાલુકાના કેસરપુરા ગામ નજીક કેસરપુરા અને માહિજીપૂરા ને જોડતો નાળુ આવેલુ હોય જેની સપાટી ઘણી નીચા પ્રમાણ માં હોવાથી ચોમાસા દરમિયાન નદી ના પાણી આવી જતા હોય છે જેના કારણે તિલકવાડાં થી સાવલી જવાનો મુખ્ય રસ્તો બંધ કરવો પડે છે અને પાણી આવી જવાથી અંદાજીત દસ, પંદર ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે.

હાલ ડેમોમાં પાણી છોડાતા કેસરપુરા નજીક મોટા પ્રમાણ માં પાણી આવી ગયું છે જ્યાં કેસરપુરા ગામનો એક યુવાન પાણી ના પ્રવાહ માં ખેંચાઈ ગયો હતો જેની જાણ થતાં ગામ ના સરપંચ તથા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તિલકવાડાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર પહોંચીને સ્થાનિક તરવૈયાઓ દ્વારા નાવડી વડે યુવાન ને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version