Site icon Gramin Today

તાલુકા/જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૧, જિલ્લો ડાંગ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

તાલુકા/જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૧, જિલ્લો ડાંગ: સમગ્ર ડાંગ જિલ્લામા નોંધાયું ૭૫ ટકાથી વધુ મતદાન, 

ડાંગ જિલ્લા પંચાયત માટે ૭૫.૨૪ ટકા, આહવા તાલુકા પંચાયત માટે ૭૪.૯૮ ટકા, વઘઈ ૮૧.૩૧ ટકા, અને સુબિર તાલુકા પંચાયત માટે નોંધાયુ ૭૧.૧૯ ટકા મતદાન;

મતદાન બાદ આજે જિલ્લામા જુદા જુદા ત્રણ સ્થળોએ યોજાનાર મતગણતરી ; ૧૫૬ ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો.
આહવા; તા; ૧; તારીખ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખુબ જ ઉત્સાહપુર્ણ વાતાવરણમા સંપન્ન થઇ હતી. જેમા અહી સરેરાશ ૭૫ ટકાથી વધુ મતદાન નોંધાવા પામ્યુ છે.

ચૂંટણી દફતરે નોંધાયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લા પંચાયતની ૧૮ પૈકી બે બેઠકો (૨-આહવા-૨, અને ૪-દગડીઆંબા) ચૂંટણીપૂર્વે જ બિનહરીફ જાહેર થતા અહી જિલ્લા પંચાયતની ૧૬ બેઠકો માટે મતદાન યોજાયુ હતુ. જેના માટે ચૂંટણી તંત્ર દ્વારા ૨૮૬ મતદાન મથકોનો ઉપયોગ કરવામા આવ્યો હતો. આ તમામ મતદાન મથકો ઉપર નોંધાયેલા ૮૨,૫૪૪ પુરુષ અને ૮૧,૬૪૦ સ્ત્રી મતદારો ઉપરાંત ૨ અન્ય મતદારો મળી કુલ ૧,૬૪,૧૮૬ મતદારો પૈકી ૬૨,૧૭૧ પુરુષ અને ૬૧,૩૫૯ સ્ત્રી મતદારો મળી કુલ ૧,૨૩,૫૩૦ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા ડાંગ જિલ્લા પંચાયત માટે કુલ ૭૫.૨૪ ટકા મતદાન નોંધવા પામ્યુ હતુ. ડાંગ જિલ્લા પંચાયતની ૧૬ બેઠકો પૈકી સૌથી વધુ મતદાન ૩-બરડા બેઠક ઉપર ૮૩.૯૭ ટકા, અને સૌથી ઓછુ મતદાન ૧-આહવા (૧) બેઠક ઉપર ૬૪.૯૫ ટકા નોંધાવા પામ્યુ છે. બુથની વાત કરીએ તો અહી સૌથી વધુ મતદાન વાંકન બુથ ઉપર ૯૫.૯૬ ટકા, અને સૌથી ઓછુ મતદાન ઘાણા બુથ ઉપર ૪૬.૫૨ ટકા નોંધાયુ છે.

તાલુકા પંચાયતની વિગતો જોઈએ તો આહવા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે મતદાન યોજાયુ હતુ. જેના માટે ચૂંટણી તંત્ર દ્વારા ૧૩૭ મતદાન મથકોનો ઉપયોગ કરવામા આવ્યો હતો. આ તમામ મતદાન મથકો ઉપર નોંધાયેલા ૩૮,૫૧૬ પુરુષ અને ૩૮,૨૭૦ સ્ત્રી મતદારો મળી કુલ ૭૬,૭૮૬ મતદારો પૈકી ૨૮,૮૮૫ પુરુષ અને ૨૮,૬૯૧ સ્ત્રી મળી કુલ ૫૭,૫૭૬ મતદારોએ મતદાન કરતા આહવા તાલુકા પંચાયત માટે ૭૪.૯૮ ટકા મતદાન નોંધાયુ છે.

આહવા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો પૈકી સૌથી વધુ મતદાન ૧૩-પીમ્પરી બેઠક ઉપર ૮૦.૨૩ ટકા, અને સૌથી ઓછુ મતદાન ૨-આહવા (૨) બેઠક ઉપર ૬૧.૫૯ ટકા નોંધાયુ છે. બુથની વિગતો જોઈએ તો આહવા તાલુકાના બોરીગાવઠા બુથ ઉપર સૌથી વધુ ૯૨.૮૧ ટકા, અને સૌથી ઓછુ મતદાન વાડ્યાવન બુથ ઉપર ૫૨.૪૫ ટકા નોંધાયુ છે.

આહવા ઉપરાંત વઘઈ તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે પણ અહી મતદાન યોજાયુ હતુ. જેના માટે ચૂંટણી તંત્ર દ્વારા ૧૦૧ મતદાન મથકોનો ઉપયોગ કરવામા આવ્યો હતો. આ તમામ મતદાન મથકો ઉપર નોંધાયેલા ૨૬,૯૧૮ પુરુષ અને ૨૭૦૯૪ સ્ત્રી મતદારો મળી કુલ ૫૪,૦૧૨ મતદારો પૈકી ૨૧,૮૯૭ પુરુષ અને ૨૨,૦૧૮ સ્ત્રી મળી કુલ ૪૩,૯૧૫ મતદારોએ મતદાન કરતા વઘઈ તાલુકા પંચાયત માટે ૮૧.૩૧ ટકા મતદાન નોંધાયુ છે.

વઘઈ તાલુકા પંચાયતની ૧૬ બેઠકો પૈકી સૌથી વધુ મતદાન ૧૦-મોટા માલુંન્ગા બેઠક ઉપર ૮૫.૯૫ ટકા, અને સૌથી ઓછુ મતદાન ૧૪-વઘઈ (૧) બેઠક ઉપર ૬૭.૮૦ ટકા નોંધાયુ છે. બુથની વિગતો જોઈએ તો વઘઈ તાલુકાના વાંકન બુથ ઉપર સૌથી વધુ ૯૫.૯૬ ટકા, અને સૌથી ઓછુ મતદાન ડોકપાતળ બુથ ઉપર ૫૩.૫૫ ટકા નોંધાયુ છે.

તેજ રીતે સુબીર તાલુકા પંચાયતની ૧૬ બેઠકો પૈકી એક બેઠક (૧-દહેર) ચૂંટણી પૂર્વે જ બિનહરીફ જાહેર થતા અહી ૧૫ બેઠકો માટે મતદાન યોજાયુ હતુ. જેના માટે ચૂંટણી તંત્ર દ્વારા ૮૮ મતદાન મથકોનો ઉપયોગ કરવામા આવ્યો હતો. આ તમામ મતદાન મથકો ઉપર નોંધાયેલા ૨૩,૫૭૯ પુરુષ અને ૨૨,૯૦૬ સ્ત્રી મતદારો સહીત અન્ય બે મતદારો મળી કુલ ૪૬,૪૮૭ મતદારો પૈકી ૧૬,૮૩૬ પુરુષ અને ૧૬,૨૫૯ સ્ત્રી મળી કુલ ૩૩,૦૯૫ મતદારોએ મતદાન કરતા સુબીર તાલુકા પંચાયત માટે ૭૧.૧૯ ટકા મતદાન નોંધાયુ છે.

Exit mobile version