Site icon Gramin Today

તાપી જીલ્લામાં એ.સી.બી.ની સફળ ટ્રેપ પોલીસ બેડામાં ફફડાટ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જીલ્લામાં એ.સી.બી.ની સફળ ટ્રેપ પોલીસ બેડામાં ફફડાટ મચી જવાં પામ્યો હતો, 

ફરીયાદી: એક જાગૃત નાગરિક

આરોપીઓ : (૧) પ્રતિક એમ. અમીન, રીડર પો.સ.ઇ., પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, વ્યારા, જી. તાપી. વર્ગ- ૩. 

(૨) પ્રવિણકુમાર જીવરાજભાઇ મકવાણા, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર, વ્યારા જી.તાપી વર્ગ- ૨. 

ગુનો બન્યા : તા.૦૩.૦૯.૨૦૨૧

લાંચની માંગણીની રકમ : રૂપિયા ૫૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ : રૂપિયા ૫૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૫૦,૦૦૦/-

ગુનાનું સ્થળ : સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી, ત્રીજા માળે, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, વ્યારા, જી. તાપી 

ગુનાની ટુંક વિગત : આ કામના ફરીયાદીના ઓળખીતા બહેનના વિરૂધ્ધ વાલોડ પોલીસ સ્ટેશનમાં જમીન મેટર બાબતેનો ગુનો દાખલ થયેલ હતો. જે ગુનાની એફ.આઇ.આર. રદ કરવા, ફરીયાદીના ઓળખીતા બહેને આ કામના ફરીયાદીને મદદ કરવા કહેલ, જેથી આ કામના ફરીયાદીએ તેઓના વકીલ મારફતે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પીટીશન દાખલ કરાવેલી જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપેલ હતો. ઉપરોક્ત જણાવેલ પીટીશન નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીગ હોવાથી અને ગુનાની તપાસ આરોપી નં.(૨) નાઓ કરતા હોવાથી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ગુના સંબંધે રીપોર્ટ/અભિપ્રાય મોકલવા આરોપી નં.(૧) નાઓએ રૂપિયા ૧,૦૦,૦૦૦/-ની માંગણી ફરીયાદી પાસે કરેલ. જે પૈકી રૂપિયા ૫૦,૦૦૦/- આજ રોજ અને બાકીના રૂપિયા ૫૦,૦૦૦/- આવતા અઠવાડીયે ફરીયાદીએ આરોપી નં.(૧) નાઓને આપવાનું નક્કી થયેલ.

 જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી નં.(૧) નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂપિયા ૫૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી, સ્વીકારી તેમજ આરોપી નં.(૨) ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી સ્થળ ઉપર પકડાઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબત.  

નોંધ : ઉપરોક્ત બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.   

ટ્રેપીંગ અધિકારી : શ્રી એન.કે.કામળીયા, પો.ઇન્સ., નવસારી એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ,

સુપર વિઝન અધિકારી :શ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.

Exit mobile version