Site icon Gramin Today

ડેડીયાપાડા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા તાલુકાની તમામ 108 ઈમરજન્સી ના મેડિકલ સ્ટાફ દ્વારા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ ડેડીયાપાડા ની સિવિલ હોસ્પિટલ ખાતે યોજ્યો હતો. ડેડીયાપાડા ની સિવિલ હોસ્પિટલ ના ગ્રાઉન્ડમાં વૃક્ષોના રોપાઓનું 108 ના સ્ટાફ દ્વારા વાવેતર કરવામાં આવ્યું હતું. ડેડીયાપાડા તાલુકાની મોઝદા, ગંગાપુર તેમજ ખીલખીલાટ ડેડીયાપાડા ના 108 એમ્બ્યુલન્સના પાઇલોટ એમજ ઇએમટી અને ડેડીયાપાડા હોસ્પિટલના સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

Exit mobile version