Site icon Gramin Today

ડેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામના બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો, અકસ્માત માં ડ્રાઇવર નું મોત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જીલ્લાનાં ડેડિયાપાડા તાલુકા ના રાલ્દા ગામના બસ્ટેન્ડ પાસે કંટેનર ગાડી રજી.નં- MP-07HB-3706 ના ચાલક સુશીલસિંહ ઉર્ફે કરૂ રામપાલસિંહ નાઓએ પોતાના કબજા માનું કંટેનર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી, ડેડિયાપાડા તાલુકાના રાલ્દા ગામ પાસેના વળાંકમાં સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલ્ટી મારી હતી, જેમાં ડ્રાઇવર ના પગમાં પંજાના ભાગે  ઇજા પોહચી હતી, અને સ્થળ પર જ ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું. સાથે ક્લીનર નો આબાત બચાવ થયો હતો, જેને સારવાર અર્થે ડેડિયાપાડા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

Exit mobile version