Site icon Gramin Today

ડેડીયાપાડા જંગલ ખાતાની પાંચ રેન્જ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત જાગૃત રેલી યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

દેડિયાપાડા તાલુકાની જંગલ ખાતાની પાંચ રેન્જ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત જાગૃતી રેલી કાડવામાં આવી હતી. બેનરો અને બોડૅ સાથે જંગલ ખાતાના કમૅચારીઓ આ રેલી માં જોડાયા હતા. ઉતરાયણ પર્વ પૂર્વ દેડિયાપાડા વન વિભાગની પાંચ રેન્જ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત જાગૃતિ રેલી બેનરો સાથે નારા પોકારતી નીકળી હતી. નાયબ વન સંરક્ષક નમૅદાના શ્રી.નિરજકુમાર ભા.વ.સ. ના માગૅદશૅન હેઠળ નમૅદા વિભાગની દેડિયાપાડા રેન્જ, સોરાપાડા રેન્જ, સગાઈ રેન્જ, પીપલોદ રેન્જ ,ફુલસર રેન્જ અને સામાજિક વનીકરણ વિસ્તરણના બીડગાડૅ, શ્રમયોગીઓ વગેરે કરૂણા અભિયાન રેલીમાં જોડાયા હતા. આ રેલી વિવિધ પ્રકારના બેનરો અને બોડૅ સાથે નારા પોકારતા અને લોકો માં જાગૃતિ આવે, તે માટે દેડિયાપાડાના મુખ્ય ચાર રસ્તા થઈ મોઝદા રોડ ઉપર થઈ પરત જંગલ ખાતાની કચેરીએ પહોંચી હતી.

પતંગ અને દોરાની દુકાનોએ ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. દુકાનો માં ચીની દોરા ના વેચાણ અંગે તપાસ કરવામાં આવી. ચાઈનીશ દોરી નહીં વેંચવા અને ન વાપરવા માટે જણાવ્યું હતું. વન વિભાગ દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાને લઇ ઘાયલ પક્ષીઓ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તે અંગે ની માહિતી આપવામાં આવી હતી.

પક્ષીઓને બચાવવા માટે વન વિભાગની જુદી-જુદી ટીમો કાયૅરત છે. કોઈ પણ પક્ષી ઘાયલ થશે તો તાત્કાલિક જંગલ ખાતાની ટીમ પોંહચી જશે.અને પક્ષીનું રેસકયુ કરીને પક્ષીઓને દેડિયાપાડાની પશુ ચિકિત્સક ટીમ તેની યોગ્ય સારવાર કરશે.

Exit mobile version