શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
શ્રી હરિકૃષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી હિમકર સિંહનું પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગાર પ્રવૃતિને નેસ્ત નાબૂદ કરવાની કડક સૂચના અને માર્ગદર્શન અનુસંધાને શ્રી એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નામના સુપરવીઝન હેઠળ શ્રી સી.એમ.ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. સુદેશભાઇ ગંભીરભાઇ બ.નં. ૬૬૭ નાઓને બાતમી મળેલ કે, ડેડીયાપાડા ખાતે વૈકુંઠ ફળીયામાં કેટલાક ઇસમો આંક ફરકે આંકડા લખાવી રહેલ હોય જે ચોક્કસ બાતમી વાળી જગ્યા પર જુગાર અંગે રેઇડ કરતા એક ઇસમ નામે ચેતન કુમાર હસમુખભાઈ વસાવા રહે.વૈકુંઠ ફળીયા ડેડીયાપાડાને ઝડપી પાડી જે પેકી મિતેશભાઈ ગંભીરભાઈ વસાવા રહે.વૈકુંઠ ફળીયા ડેડીયાપાડા નાનો પોલીસ રેઇડ દરમિયાન નાસી જઈ પકડાયેલ આરોપી ચેતન કુમાર પાસેથી જુગારના સાહિત્ય તથા અંગઝડતીના રોકડ રૂ.૧૦,૫૬૦/- તથા મોબાઈલ નંગ.૧ કિ. રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૫,૫૬૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેના વિરૂધ્ધમાં ડેડીયાપાડા પો.સ્ટે.માં જુગારધારા ક.૧૨ અ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાનાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ ડામવા સારૂ વખતો વખત સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને એલ.સી.બી. નર્મદા આવી પ્રવૃત્તિ ઉપર ડામવા માટે સતત અને સખત વોચ રાખી નેસ્તનાબુદ કરવા પ્રયત્નશીલ છે.