Site icon Gramin Today

ડાંગ કલેક્ટર એન.ડી.પરમારે જામનવિહીર પ્રાથમિક શાળાની મુલાકાત લઇ, બાળકોના શિક્ષણની ગુણવત્તા ચકાસી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ કલેક્ટર એન.ડી.પરમારે જામનવિહીર પ્રાથમિક શાળાની મુલાકાત લઇ, બાળકોના શિક્ષણની ગુણવત્તા ચકાસી:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમારે પોતાની ક્ષેત્રીય મુલાકાત દરમિયાન સરકારી પ્રાથમિક શાળા, જામનવિહીરની મુલાકાત લઈને શાળાની શૈક્ષણિક કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ વર્ગખંડોમાં જઈને બાળકોના વાંચન કૌશલ્ય, ગણન અને લેખન ક્ષમતાની સર્વગ્રાહી ચકાસણી કરી હતી. સાથે જ તેમણે શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની નિયમિત હાજરી તથા શિક્ષણનું સ્તર વધુ સુદ્રઢ બનાવવા સંબંધિત અધિકારીઓ અને શાળા પરિવારને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, શાળા પરિસરમાં પર્યાવરણ જતન અર્થે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તેમજ બાળકોને તાજા અને પૌષ્ટિક શાકભાજી મળી રહે તે હેતુથી ‘કિચન ગાર્ડન’ વિકસાવવા પર વિશેષ ભાર મૂકી જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.

Exit mobile version