Site icon Gramin Today

જીલ્લામાં વસનાર ચાર જણા ગુમ થયાંની ફરિયાદ પોલીસનાં ચોપડે નોધાવા પામી હતી: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર 

જીલ્લામાં વસનાર અનેક ગુમ થયાંની ફરિયાદ પોલીસનાં ચોપડે નોધાવા પામી હતી, જે કોઈને પણ ગુમ થયા અંગે ની માહિતી મુજબ નાઓ જોવાં મળે તો નજીકનાં પોલીસ સ્ટેશનમાં જાણ કરવા કરવામાં આવી વિનમ્ર અપીલ.

 કતારગામમાં રહેતી નમ્રતાબેન મારૂ લાપતા:  

સુરતઃ પોલીસ કમિશનર કચેરી ડી.સી.બી. પોલીસના જણાવ્યા અનુસાર તા.૨૦/૦૨/૨૦૨૧ નારોજ ઘર નં.૨૦૮, રેલરાહત કોલોની, ગોટાલાવાડી, કતારગામ દરવાજા પાસે રહેતા કરશનભાઈ મારૂના ૧૮ વર્ષીય પુત્રી નમ્રતાબેન ગુમ થયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ગૌર વર્ણના, ઉંચાઇ ૫.૫ ફુટ છે. તેમણે શરીરે કાળા કલરનો ટી-શર્ટ તથા સફેદ કલરની લેગીઝ પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કતારગામ પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે.

ખટોદરાથી દિપુ પાનસિંગ પાલ ગુમ થયા:  

સુરત: પોલીસ કમિશનર કચેરી ડી.સી.બી. ના જણાવ્યા અનુસાર તા.૧૮/૦૨/ર૦ર૧ ના  રોજ રૂમ નં.૨/૧૮૨, મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ, પંચશીલ નગર-૨, દેવાભાઈના મકાનમાં, ખટોદરામાં રહેતા ૧૦ વર્ષીય દિપુ પાનસિંગ પાલ ગુમ થયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉચાઇ ૪.૨ ફૂટ છે. તેમણે શરીરે મરૂન કલરનું ટી-શર્ટ તથા બ્લુ કલરનું નાઈટ પેન્ટ પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા ખટોદરા પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે.

પરવત પાટીયા ખાતે રહેતા વિશ્વાબેન ડોબરીયા ગુમ થયા છે.  

સુરત: પોલીસ કમિશનર કચેરી ડી.સી.બી.પોલિસના જણાવ્યા અનુસાર તા.૨૨/૦૨/૨૦૨૧ ના રોજ ઘર નં.૩૨, જાનકીપાર્ક સોસાયટી, આઈમાતા રોડ, યુનિક હોસ્પિટલની બાજુમાં, પરવત પાટીયા ખાતે રહેતા નિલેશભાઈ ડોબરીયાના ૧૮ વર્ષીય પુત્રી વિશ્વાબેન ગુમ થયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઇ ૫.૦ ફુટ છે. તેમણે શરીરે કાળા કલરનું જેકેટ પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પુણા પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે.

કતારગામથી સંગીતાબેન શેટા ગુમ થયાં છે.  

સુરત: પોલીસ કમિશનર કચેરી ડી.સી.બી.પોલિસના જણાવ્યા અનુસાર તા.૨૦/૦૨/૨૦૨૧ ના  રોજ ઘર નં.૧૩, સ્વામિનારાયણ નગર વિ-૦૧, મહિલા મંદિર પાસે, ડભોલી ચાર રસ્તા, કતારગામમાં રહેતા (મૂળ વતન: સાંગાવદર, તા-જિ: બોટાદ) અમિતભાઈ શેટાના ૨૭ વર્ષીય પત્ની સંગીતાબેન ગુમ થયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૩ ફૂટ છે. તેમણે શરીરે કાળા કલરનો ડ્રેસ પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કતારગામ પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે.

ઉપરોક્ત ફોટાઓ મુજબનાં તમામનાંઓ બાબતે કંઈપણ જાણ અથવા ભાળ મળે તો તરત નજીકના પોલીસ સ્ટેશન જાણ કરવા સારું જનતાને અપીલ કરવામાં આવે છે. 

 

Exit mobile version