Site icon Gramin Today

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ:

વ્યારા-તાપી: તાપી જિલ્લા પુરવઠા સમિતિની બેઠક જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર ચેમ્બરમાં યોજાઇ હતી. 

 બેઠકમાં કલેકટરશ્રીએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, જિલ્લામાં કોઇ પણ લાભાર્થીઓને સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવી. આ ઉપરાંત જિલ્લામાં અનાજ વિતરણની તમામ કામગીરીની સમયાંતરે સમીક્ષા કરવા સુચના આપી હતી. 

 બેઠકમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨ હેઠળ ગેસ કનેકશન આપવાની કામગીરી અંગે જણાવતા જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલે કહ્યુ હતું કે, આ યોજના હેઠળ કુલ-૨૯૩૦ કુટુંબોને વિનામુલ્યે ગેસ કનેકશન આપવામાં આવ્યા છે. વ્યાજબી ભાવની દુકાન પર રેશન કાર્ડધારકોના નંબર સાથે આધારકાર્ડ લીંક કરવાની કામગીરી ૯૮.૩૬ ટ્કા પુર્ણ કરવામાં આવી છે. NFSA અને PMGKAY વિતરણ હેઠળ જિલ્લામાં ડિસેમ્બર-૨૦૨૧માં ૧,૨૯,૬૫૧ કુટુંબો મળી ૯૭.૪૦ ટ્કા કામગીરી, સાયલન્ટ FPS ની સમિક્ષા કરતા ૦૭ દિવસથી કુલ ૦૪ દુકાનો બંધ છે જેને જાહેર વિતરણ વ્ય્વસ્થામાં વિક્ષેપ ન પડે તે માટે સતત ચાલુ રહે તે માટે સુચના આપી હોવા અંગે જણાવ્યું હતું. વધુમાં તેમણે વન નેશન વન રેશન યોજના હેઠળ જિલ્લામાં ૧૧૨૨ ટ્રાન્ઝેકશન, ૩૦૭ આંતર જિલ્લા, ૯૦ આંતર રાજ્ય અને ૧૧ અન્ય રાજ્યમાં ટ્રાન્ઝેકશન દ્વારા લાભ મેળવ્ય અંગે જાણકારી આપી હતી. 

  બેઠકમાં જિલ્લા પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

 

Exit mobile version