Site icon Gramin Today

ચનખલ ગામમાં રસ્તાના કામમાં ગોબાચારી ની બુમરાણ: TDO સાહેબ જરાક ધ્યાન આપે તો સારું…? 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  24×7 વેબ પોર્ટલ  પત્રકાર રામુભાઈ માહલા, 

ડાંગ જીલ્લાના ચનખલ ગામમાં રસ્તાના કામમાં ગોબાચારી તો નથી ને…?  લોકોમાં ચાલતા વિકાસકામો ને લઇ બુમરાણ થવા પામી છે,  ટી.ડી.ઓ સાહેબ જરાક ચનખલ ગામમાં ચાલતા રસ્તાના કામમાં  ધ્યાન આપે તો સારું…? 

ડાંગ: ચનખલ ગામ ખાતે ચાલી રહેલા વિકાસકામો  તકલાદી હોવાની લોકો મધ્યે  ચર્ચાએ જોર પકડ્યું છે   અહિયાં  સિમેન્ટ કોન્ક્રીટ રસ્તો બનાવવાનું  વિકાસ કામ ચાલી રહ્યું છે જે આ તસવીરોમાં દેખાય રહ્યું છે, આ વિસ્તાર અંતરિયાળ હોવાથી ચાલી રહેલા વિકાસ કામોમાં ગોબાચારી  દેખાય આવે છે, ડાંગના જીલ્લા તંત્રના  જવાબદાર અધિકારીશ્રી ને ધ્યાન માં આવ્યું  નથી એ ચોક્કસ જ  છે કારણકે  તસ્વીર ક્યારેય જુઠું બોલતી નથી  અથવા અધિકારી ને સ્થળ તપાસ કરવા માટે માર્ચ જેવા મહિનામાં ટાઇમ નહિ હોય..! 

લોકો અધિકારીઓને ધ્યાન દોરવા પણ  માંગતા નથી કારણકે તેઓની વાત  સાંભળનાર તંત્ર માં કોઈ નથી અધિકારીઓને પોતાના ખિસ્સા ભરવામાં વધારે રસ છે તેમ લોક મુખે ચર્ચાએ જોર પકડ્યું છે, ક્યાં શુ ચાલે છે તે  તેઓને ખબર છે જ કહેવા જેવું રહ્યું નથી આ રસ્તો બધું કહી  જાય છે હવે જોવાનું રહ્યું કે અધિકારી ધ્યાન આપશે રોડ પર કે પોતાના લાડકા કોન્ટ્રાક્ટર કે જવાબદાર વ્યક્તિઓને બચાવવા કામે લાગી જશે..?

આહવા થી બહુ નજીક હોવા છતાં કેમ કોઈના દ્વારા ત્યાંની મુલાકાત લેવામાં આવી નથી કારણકે માર્ચ મહિનામાં કોઈ ધ્યાન આપશે નહિ   ખરુંને લોકો દ્વારા ચર્ચા નો વિષય થયો છે કે આવો રોડ બનાવવામાં આવી રહ્યો છે એસ્ટીમેટ પ્રમાણે કામ કરવામાં આવ્યું નથી એ ચોક્કસ છે જ પરંતુ અધિકારીશ્રી ને દેખાયું તે નક્કી જ કે એસ્ટીમેટ પ્રમાણે જ કામ કરવામાં આવ્યું છે હવે જોવાનું રહ્યું કે ધ્યાન આપવા માં આવશે કે પછી ફક્ત  બિલો પાસ કરવામા જ ધ્યાન રાખવામાં આવશે..! 
ડાંગ જીલ્લામાં ચાલતા કામોની ગોબાચારી બાબતે સાંપ્રત ભુપેન્દ્ર પટેલ સરકાર ને  વિકાસકામો ની પારદર્શકતા આવે માટે  ઉચ્ચ લેવલે કોઈ ફરિયાદ અને રજુઆતો કરે તે જરૂરી થઇ પડ્યું છે, 

Exit mobile version