Site icon Gramin Today

ગૌમાંસના ગુનામાં વધુ એક વ્યક્તિને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી ભુજની પાલારા જેલ મોકલતી વેડચ પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરીક્ષકશ્રી હરેકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ,વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જંબુસર,વિભાગ જંબુસર નાઓની સુચના મુજબ ભરાય જીલ્લામાં અસામાજીક તત્વો વિરૂધ્ધમાં સખત કાર્યવાહી કરવા સુચના મળેલ છે અન્વયે વેડચ પો.સ્ટેના સારોદ ગામે રહેતાં સામાવાળા યાસીન યાકુબ મહંમદ જાતે  ડાંગ રહે, સારોદ,ખરી ઉપર તા.જંબુસર જી.ભરૂચ નાઓને પાસા એક્ટ હેઠળ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભરૂચના હુકમ અન્વયે અટકાયત કરી કચ્છ- ભુજ ખાતે “પાલારા ખાસ જેલ ખાતે પોલીસ જાપ્તા સાથે મોકલી આપેલ છે, વધુમાં આવા અસામાજીક તત્વો વિરુદ્ધ માં સખત કાર્યવાહી કરવા માટે વેડચ પોલીસ કટિબદ્ધ છે.

ઉપરોક્ત સામાવાળા વિરૂધ્ધ માં ભૂતકાળમાં અત્રેના વેડચપો.સ્ટેમાં ગૌ હત્યા કરવા બદલ ગુનો દાખલ થયેલ છે

Exit mobile version