Site icon Gramin Today

ગંગપુરના બાળકો નો વાંસદા તાલુકા કક્ષાએ શાળાકીય રમતોત્સવ માં શ્રેષ્ઠ પ્રદર્શન:

શ્રોત: ગ્રામીણ  ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ: 

ગંગપુર ગામ ભારત સેવાશ્રમ સંઘ સંચાલીત શ્રીયમ. એમ. પી. કાપડિયા વિદ્યામંદિર ગંગપુરના બાળકો નો વાંસદા તાલુકા કક્ષાએ શાળાકીય રમતોત્સવ માં શ્રેષ્ઠ પ્રદર્શન જીલ્લા કક્ષાએ દોડ, ગોળાફેક, બરછી ફેકમાં પ્રતિનિધિત્વ કરશે.

કમલેશ ગાંવિત, વાંસદા:     શ્રીયમ. એમ. પી. કાપડિયા વિદ્યામંદિર ગંગપુર શાળાના બાળકો, કુરેલિયા તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવ માં અંડર 14 માં 200 મીટર દોડ તેમજ ગોળા ફેકમાં વાગત અનિશભાઇ નિતેશભાઈ વિજેતા બન્યા હતા. અંડર 17 માં 3000 મીટરમાં ગાંવિત હર્ષિલ રાજેન્દ્રભાઈ બીજા ક્રમે વિજેતા બન્યા હતા. અંડર 17 માં બરછી ફેકમાં શાનકાર દિવ્યેશ મહેશભાઈ બીજા ક્રમે વિજેતા બન્યા હતા.તથા અંડર 17 માં ખોખો ફાઈનલમાં ભાઈઓ બીજા ક્રમે વિજેતા બન્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓ શાળાના પી. ટી. ટીચર અને કોચ શ્રી ધનસુખભાઈ યુ. ગાંવિતના માર્ગદર્શન હેઠળ વિજેતા બન્યા હતા.

તમામને સંસ્થા પરિવાર વતી સંસ્થાના મંત્રી સ્વામી શ્રી વિશ્વારૂપાનંદજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા. તેમજ સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી નિમિષ વ્યાસ સાહેબે શુભેચ્છા પાઠવી હતી. શાળાના આચાર્ય શ્રી મણિલાલ પટેલ,પ્રાથમિક શાળાના આચાર્ય હિમ્મત ચૌહાણ, શાળાના ડાયરેક્ટર શ્રી કિશોર પટેલ, સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી ભાવેશ પટેલ અને તમામ મિત્રોએ જિલ્લામાં વિજેતા થાય અને રાજ્યમાં શાળા તેમજ સંસ્થા પરિવાર નું અને ગામનુ નામ રોશન કરે તે બદલ શુભેચ્છા પાઠવી હતી.

Exit mobile version