શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
કલેક્ટર શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને સંકલન-ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ યોજાઈ બેઠક:
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લા સેવા સદન-આહવા ખાતે જિલ્લા કલેક્ટર શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને આજરોજ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવેલ ક્ષેત્રિય મુલાકાત દરમિયાન ધ્યાને આવેલ ક્ષતિઓની પૂર્તતા બાબતેની ચર્ચા કરી ગ્રામ્ય પ્રશ્નોનું નિરાકરણ લાવવાં અંગે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત, એ.જી.ઓડીટ, બાકી તુમાર/કેસો/પ્રકરણો, ગ્રામસભામાં ઉપસ્થિતિ થયેલ પ્રશ્નો, અધિકારી/કર્મચારીઓના પેન્શન કેસો, પી.જી.પોર્ટલ, જિલ્લા/રાજ્ય સ્વાગતની અરજીઓ, સી.એમ.ડેસબોર્ડ, સી.એમ.ડેસબોર્ડ ન્યુઝ એનાલીસીસ, એગ્રીસ્ટેક, તેમજ એસ્પિરેશનલ બ્લોક સુબીર અન્વયે સંપૂર્ણતા અભિયાન ૨.૦ વિગેરે તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા ઝીણવટપૂર્ણ ચર્ચા કરીને તેના નિરાકરણ માટે અમલીકરણ અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.
જિલ્લા સંકલન સમિતિની બેઠકની સાથે કાયદો અને વ્યવસ્થા, રોડ સેફ્ટી કમિટી, ટ્રાફિક સલાહકાર સમિતિ, ધાર્મિક દબાણ, બોગસ દસ્તાવેજો અને લેન્ડ ગ્રેબિંગ, ઈઝ ઓફ ડુઈંગ, ઘન કચરાનું વ્યવસ્થાપન જેવી શ્રેણીબદ્ધ બેઠકો યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવા, જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ, ઉત્તર નાયબ વન સંરક્ષક મુરારીલાલ મીણા, દક્ષિણ નાયબ વન સંરક્ષક નિરજ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકની કાર્યવાહી કાર્યવાહી જિલ્લા પુરવઠા અધિકારી યુ.વી.પટેલે સંભાળી હતી.

