Site icon Gramin Today

ઇન્દુ સ્થિત રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ ખાતે ટ્રાફિક નિયમો અંગેનો માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

વ્યારા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા બેંક ઓફ બરોડા- RSETI દ્વારા ઇન્દુ ખાતે ટ્રાફિક નિયમો અંગેનો માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો:

વ્યારા-તાપી: આજરોજ તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બેંક ઓફ બરોડાની રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (RSETI) ઇન્દુ ખાતે ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇનસ્પેકટર એસ. ટી. ડેસલ દ્વારા હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવા, ત્રણ કે ચાર રસ્તા ક્રોસ કરવા, રેલવે ક્રોસિંગ, ઓવરલોર્ડ વાહન, અને લાઇસન્સની આવશ્યકતા તેમજ માનવ જીવનના મહત્વ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તાપી જિલ્લા લીડ બેંક મેનેજર જીતેન્દ્ર વસાવા, બરોડા આરસેટીના નિયામક ઉમેશ ગર્ગ દ્વારા બેંકની વિવિધ યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના તેમજ અટલ પેન્શન યોજના સહિત વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.

Exit mobile version