Site icon Gramin Today

આન-બાન-શાન સાથે 20 અમૃત સરોવરો ખાતે 76 માં સ્વાતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લામાં આન-બાન-શાન સાથે 20 અમૃત સરોવરો ખાતે 76 માં સ્વાતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી:

આશરે 177 લાખના ખર્ચે તૈયાર થયેલ 20 અમૃત સરોવર દ્વારા તાપી જિલ્લાની 340 હેક્ટર જમીનને પ્રત્યક્ષ તથા 1000 હેક્ટર જમીનને પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે:

ગ્રામ્ય કક્ષાએ વિવિધ પદાધિકારીઓ અને ગામના આગેવાનો દ્વારા નાની-મોટી સહાયના માધ્યમથી આ અમૃત સરોવરો જન આકર્ષણનું કેન્દ્ર બન્યું;

વ્યારા-તાપી : આઝાદીના 76 મા વર્ષમાં પ્રવેશતા તાપી જિલ્લાના 20 અમૃત સરોવરોને જાહેરજનતા માટે ખુલ્લા મુકવામા આવ્યા છે. તાપી જિલ્લાના 75 અમૃત સરોવરો પૈકી 20 ખાતે આન-બાન-શાન સાથે 76 માં સ્વાતંત્રતા દિનની ઉજવણી વિવિધ મહાનુભવોના અધ્યક્ષસ્થાને કરી આ અમૃત સરોવરો ગ્રામજનો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

તાપી જિલ્લા ખાતે તૈયાર કરવામાં આવેલા અમૃત સરોવરના કામમાં પાળા મજબૂતીકરણ, પાળા સાફ-સફાઈ, પેચિંગ કામગીરી તથા ખોદાણની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે તળાવના પાળે પેપર બ્લોક મૂકવામાં આવ્યા હતા. સ્વાતંત્રતા દિનની ઉજવણી માટે ધ્વજ સ્તંભ તૈયાર કરવામાં આવ્યા હતા. ગ્રામજનો તળાવનો આનંદ માણી શકે તે માટે બગીચો સહિત વિવિધ સુશોભનો, સોલર લાઈટ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સાથે આસપાસ સ્વચ્છતા માટે ડસ્ટબીન અને વૃક્ષારોપણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.


આશરે 177 લાખના ખર્ચે તૈયાર થયેલ 20 અમૃત સરોવર દ્વારા તાપી જિલ્લાની 340 હેક્ટર જમીનને પ્રત્યક્ષ તથા 1000 હેક્ટર જમીનને પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે. આ અમૃત સરોવર દ્વારા 382130 ઘન મીટર માટી ખોદાણ કરવામાં આવેલ છે જેનાથી 38.21 કરોડ લિટર પાણીનો જળસંચય થવા પામેલ છે.

તાપી જિલ્લામાં અમૃત સરોવરના નિર્માણ માટેની કામગીરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીડી કાપડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી અશોક ચૌધરી, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ડી આર પટેલ અંગત રસ લઈ કામગીરીને વેગ આપી નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી રહ્યા છે. આ સાથે ગ્રામ્ય કક્ષાએ વિવિધ પદાધિકારીઓ અને ગામના આગેવાનો દ્વારા નાની-મોટી સહાયના માધ્યમથી આ અમૃત સરોવરો જન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Exit mobile version