શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કીર્તનકુમાર
તાપી જીલ્લામાં E.V. M મશીન બાબતે BTP દ્વારા રાજ્યપાલને મોકલી અપાયું આવેદનપત્ર; સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં E.v.m સાથે વી.વી.પેટનો ઉપયોગ ના કરવોએ શંકા ઉપજાવે છે….BTP
આજ રોજ વાલોડ તાલુકામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP દ્વારા મામલદાર શ્રીને આવેદન આપવામાં આવ્યું જેમાં ભાજપ સરકારે EVM હેક કરીને રિજલ્ટ લાવીયા છે એના વિરુદ્ધ માં આવેદન આપવામાં આવ્યું અને આવનાર ઇલેકશનમાં બેલેટ થી ચૂંટણી થાય એવી માંગ કરી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં E.v.m મશીનોમાં થયેલ હેરાફેરી અને ગરબડીઓની યોગ્ય તપાસણી કરાવવા બાબતે રાજ્યપાલ મહોદયને આ અનુસંધાને આવેદનપત્ર આપી જણાવ્યુ કે ભારત દેશ એ દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. દેશની લોકશાહીનું રક્ષણ થાય એ દરેક પક્ષો અને નાગરીકોની ફરજ છે. જયારથી દેશમાં E.v.m મશીન થી ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીઓ કરવામાં આવે છે. ત્યારથી અનેક પ્રશ્નો અને આક્ષેપો ઉપસ્થીત થયેલા છે. છતા ચૂંટણી પંચ દ્વારા આ બાબતે કોઈ પણ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી જે લોકશાહીની હત્યા સમાન છે. જેના કારણે જનાદેશ વિરુધ્ધના લોકો સત્તામાં આવી લોકો વિરુધ્ધ ના કાયદાઓ ધડી બંધારણ સાથે છેડછાડ કરે છે.
આધુનિક ટેકનોલોજીના ડિજીટલ જમાનામાં E.V. M મશીનો હેક કરવું એ કંઈ મોટી વાત નથી, ગત દિવશોમાં દિલ્હી વિધાનસભામાં ડેમો પણ દર્શાવામાં આવેલ હતો. હાલના સમયમાં પણ રાજયમાં મોંધવારીના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો કોરોના બાબતે સરકારની નિષ્ફળતા હોય, રાજયના નોકરિયાત વર્ગ, વેપારી વર્ગ, મજુર વર્ગ, ખેડુત વર્ગ, શિક્ષિત બેરોજગારોનો સખત વિરોધ હોવા છતાં ભાજપ સરકાર એક તરફી પરિણામ લાવે એ E.v.m નોજ કમાલ સિવાય બીજું કઈ ન હોય શકે.
દુનિયાની સૌથી જુની લોકશાહી ધરાવતો વિશ્વ મહાસત્તા અમેરીકામાં પણ બેલેટ પેપરથી ચૂંટણીઓ કરવામાં આવે છે. E.v.m મશીનો બનાવનાર દેશોમાં પણ E.v.m મશીનો પર બેન (પ્રતિબંધુ) લગાવેલ છે. આપણા દેશમાં પણ દરેક વિપક્ષ પાર્ટીઓના વિરોધ છતા. પણ E.v.mથી જ ચૂંટણીઓ કરવી એ ચૂંટણીપંચ પર શંકા ઉપજાવે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા તો વી.વી.પેટનો પણ ઉપયોગ કરવામાં આવેલ નથી. જેના થી મતદારોએ પોતાનો મત કોને આપેલ છે. તે પણ ખુદને ખબર નથી. જે મતદાતાના અધિકારો પર તરાપ છે. રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપને જીતાડવામાં પણ E.v.m મશીનોની ખુબજ મોટી ભુમીકાઓ રહેલ છે. અનેક જગ્યાઓ પર E.V.m ની હેરાફેરી અને ગરબડીની ફરીયાદો કરવામાં આવેલ છે. જેમકે ઘોળકામાં વોર્ડ નં-૪ માં ૬૪૪ વ્યકિતનું મતદાન થયેલ હતુ. છતા E.v.m માથી ૨૩૭૩ મત નિકળ્યા, ઘણી જગ્યાઓ પર મશીનોને હેક કરવાની ફરીયાદો પણ કરવામાં આવેલ છે. છતાં ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જે એક શંકા ઉપજાવે છે. જેથી રાજયમાં થયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાયેલ E.v.m મશીનોના દરેક ઉપકરણોની (F.S.L) તપાસ કરાવવામાં આવે, અને આવનારી ચુંટણી બેલેટ પેપેર દ્વારા કરવામાં આવે અને આ બાબત ની તપાસ માટે જજોની નિમણુંક કરાય તેવી માંગ કરવામાં આવી સાથે BTP દ્વારા જો આ બાબતે કોઈ કાર્યવાહી ન થાય તો જલદ આંદોલન કરવાં ચીમકી ઉચ્ચારી હતી.