Site icon Gramin Today

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય પૌષ્ટિક અનાજ વર્ષ ૨૦૨૩ અંતર્ગત મિટિંગ યોજાઈ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય પૌષ્ટિક અનાજ વર્ષ ૨૦૨૩ અંતર્ગત મિટિંગ યોજાઈ;

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડિયાપાડા ખાતે તા.૭ મી,ફેબ્રુઆરી, ૨૦૨૩ નાં રોજ આંતરાષ્ટ્રીય પૌષ્ટિક અનાજ વર્ષ ૨૦૨૩ અંતર્ગત આદિવાસી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ અને કિશોરીઓ માટે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા ના ગૃહ વૈજ્ઞાનિક ડૉ.મિનાક્ષી તિવારીએ પોષક અનાજનું મહત્વ, સ્વાસ્થ્ય લાભો અને એમાંથી બનતી વિવિધ પ્રકારની વાનગીઓ થકી રોજગાર ઊભું કરવા બાબતે તમામ મહિલાઓ તેમજ કિશોરીઓ ને માહિતી આપી હતી, જેમાં ડેડીયાપાડા તાલુકાના અનેક ગામો ની મહિલાઓ તેમજ કિશોરીઓ એ ભાગ લીધો હતો.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version