Site icon Gramin Today

ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલમાં આગામી વર્ષ ૨૦૨૨ – ૨૩ના શૈક્ષણિક સત્ર માટે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન ટેસ્ટનું આયોજન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લા જાહેર જનતા જોગ સંદેશ:

ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલમાં આગામી વર્ષ ૨૦૨૨ – ૨૩ના શૈક્ષણિક સત્ર માટે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે,

વ્યારા-તાપી: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલમાં આગામી વર્ષ ૨૦૨૨ – ૨૩ના શૈક્ષણિક સત્રમાં યંગ ટેલેન્ટ ખેલાડીઓને રાજયના વિવિધ જિલ્લાઓમાં કાર્યરત ડી.એલ.એસ.એસ. શાળાઓમાં પ્રવેશ આપવા ૧૧મો ખેલમહાકુંભ અંતર્ગત યોજાયેલ તાપી જિલ્લાના દરેક તાલુકાક્ક્ષાએ અન્ડર ૧૧ વય જુથની એથ્લેટિક્સ સ્પર્ધામાં (૧) સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને (૨) ૫૦ મીટર દોડની સ્પર્ધામાં ૧ થી ૮ ક્રમાંક મેળવનાર ખેલાડી ભાઇઓ અને બહેનોને પ્રવેશ માટેની જિલ્લા કક્ષાની ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન ટેસ્ટનું આયોજન સિનીયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, તાપીની કચેરી દ્વારા તા. ૨૯/૦૪/૨૦૨૨ ના રોજ બહેનો માટે અને તા. ૩૦/૦૪/૨૦૨૨ ના રોજ ભાઇઓ માટે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે કરવામાં આવેલ છે. જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ કસોટી આપનાર હોય તેવા ઉપરોક્ત ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન ટેસ્ટ માટે પસંદગી પામેલ ભાઇઓને તા. ૨૯/૦૪/૨૦૨૨ના રોજ ટેસ્ટ આપવા ઉપસ્થિત રહેવા તાપી જિલ્લા સિનિયર કોચ, ચેતન પટેલની અખબારી યાદીમાં જણાવાયું છે.

Exit mobile version