Site icon Gramin Today

ચોથા એકલવ્ય સાંસ્કૃતિક ફેસ્ટીવલમાં ડાંગ આહવાના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ,  પત્રકાર: પ્રદીપ સાપુતારા 

રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલા ચોથા એકલવ્ય સાંસ્કૃતિક ફેસ્ટીવલમાં ડાંગ આહવાના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા: 

સાપુતારા: ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર અને NESTS (ભારત સરકાર) દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, આહવાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલા ચોથા એકલવ્ય સાંસ્કૃતિક ફેસ્ટીવલમાં ભાગ લઇ વિજેતા બન્યા છે.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રવૃતિઓ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે વિજેતા થઈ ડાંગ અને ગુજરાતનુ નામ રોશન કર્યુ છે.

દહેરાદુન ખાતે યોજાયેલા ચોથા એકલવ્ય સાંસ્કૃતિક ફેસ્ટીવલમા ડાંગ જિલ્લાના એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, આહવાના ચાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા ધોરણ 9ની વિદ્યાર્થિની કુ. નિધિ અરવિંદભાઈ ભોયે સોલો ડાન્સ સ્પર્ધામા રાષ્ટ્રીય સ્તરે દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ પૈકી જસ્ટીન રવિદાસ વસાવા, નિખીલ જગનભાઈ વળવી, નિખીલ મુકેશભાઈ ચૌધરી જેઓએ સંગીત સ્પર્ધામા ભાગ લીધો હતો.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓમા શ્રેષ્ઠ પ્રદર્શન રજૂ કરીને રાષ્ટ્રીય સ્તરે વિજેતા થવા બદલ શાળાના આચાર્યાશ્રી સોનલ આર મેકવાન, સંગીત શિક્ષક શ્રી અર્જુનભાઈ સી પટેલ તેમજ શાળાના ટ્રસ્ટ્રીશ્રીઓ તેમજ જિલ્લા વહિવટી તંત્રએ અંભિનંદન પાઠવ્યા હતા.

Exit mobile version