રાષ્ટ્રીય

ગુજરાત વન શ્રમયોગી સંઘ, ગુજરાત રાજ્ય, યુનિયન દ્વારા અનેક માંગો સહિતનું આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ : 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  ડાંગ રામુભાઈ માહલા   

ગુજરાત વન શ્રમયોગી સંઘ, ગુજરાત રાજ્ય  યુનિયન દ્વારા અનેક માંગો સહિતનું  આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ : 

 લક્ષમણભાઈ બાબલુભાઈ દરવડા ડાંગ  જિલ્લાના યુનિયન પ્રતિનિધિ અધ્યક્ષતામાં અમો દક્ષિણ વન વિભાગ ને ઉત્તર વન વિભાગ ડાંગ ખાતે D.C.F સાહેબ  ને આવેદનપત્ર આપી વર્ષોથી અનેક મળતા  સરકારી  લાભોમાંથી વંચિત રાખેલ હોય તેવા લાભ અમને આપવામાં આવે તેવી  રજુઆત કરી માંગ  કરવામાં આવી  છે.

સમગ્ર ગુજરાતનાં વન વિભાગમાં કામ કરતા રોજમદારોનુ ” ગુજરાત વન શ્રમયોગી સંધ” નાં નામે યુનિયન કાર્યરત કરવામાં આવેલ છે. જે રજીસ્ટેડ ટ્રેડ યુનિયન છે અને તે સમગ્ર ગુજરાતના રોજમદારો થકી કાર્યરત છે આમ ગુજરાત રાજયનાં વન વિભાગમા અગલ અગલ જગ્યાએ કામ કરતા રોજમદારોને સરકારશ્રીમાંથી ઠરાવ તથા પરીપત્ર બહાર પાડવામાં આવેલ છે તેમ છતાં, ઠરાવમા જણાવ્યા મુજબ પુરે પુરા લાભ આપવામાં આવતા નથી તો આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે આપના તરફથી યોગ્ય અને ચોક્કસ ભલામન્ન કરીને સમગ્ર ગુજરાતનાં વન વિભાગમાં કામ કરતા રોજમદારોનાં

પરિવારોને ન્યાય આપવવા વિનંતી છે. અમારી માંગણીઓ નીચે મુજબ જણાવેલ છે.

(૧) સરકારશ્રીના અન્ય વિભાગના રોજમદારોને સાતમું પગાર પંચનો અમલ કરી પગાર ચુકવણી કરવામાં આવે છે પરંતુ આજ દિન સુધી વન વિભાગના રોજમદારોને સાતમું પગાર પંચનો અમલ કરવામાં આવેલ નથી.જેનો તાત્કાલીક અમલ કરી અમોને લાભ આપવા વિનંતી છે. 19 SEP 2022

(૨) તાઃ૨૫/૦૨/૨૦૧૫ ના પરિપત્ર મુજબ અનં.૧૦માં રોજમદારોને તિજોરી મારફત પગારની ચુકવણી કરવા જણાવવામાં આવેલ છે. જેનો અમલ આજ દિન સુધી કરવામાં આવેલ નથી, જે તાત્કાલિક ધોરણે પરીપત્ર મુજબ ટ્રેઝરી પગાર ચુકવવા વિનંતી.

(૩) વન વિભાગના રોજમદારોને સુપ્રીમકોર્ટના તા.૧૫/૦૨/૨૦૧૯ના આદેશનુ પાલન કરીને જે રોજમદારો  ૧૦ વર્ષ પૂર્ણ કર્યા હોય તેમણે સરકારશ્રીના તા.૨૧/૦૬ ૨૦૧૯ના ઠરાવ મુજબ કુશળ ગણીને ૧૯૦૦– ગ્રેડ પે આપવો તથા ગુજરાતના કેટલાય ડિવીઝનમાં ૧૯૦૦/-  ગ્રેડ પેની ફાઈલોને પેન્ડિંગ રાખવામાં આવે છે તો તેનુ નિરાકરણ લાવવું.

(૪) સરકારશ્રીના ૧૭/૧૦/૧૯૮૮ ના પરિપત્ર મુજબ ૫ વર્ષ,૧૦ વર્ષ તથા ૧૫ વર્ષ થી વધુ બિન કુશળ, અર્ધકુશળ તથા કુશળ રોજમદારોને મળવા પાત્ર પગાર સ્કેલની અમલવારી પણ વન વિભાગ ઘ્વારા કરવામાં આવેલ નથી.જેનો અમલ કરી લાભ આપવા વિનંતી છે.

(૫) સરકારશ્રીના અન્ય વિભાગમાં ૦૧/૦૪/૨૦૦૫ પહેલા દાખલ થયેલ રોજમદારોને જુની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે છે. તો આપ સાહેબશ્રીને વિનંતી કે વન વિભાગના રોજમદારો તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા દાખલ થયેલ હોય જુની પેન્શન તથા જી.પી.ફંડનો લાભ આપવા આપ સાહેબશ્રીને વિનંતી છે.

(૬) એસ.એસ.સી. પાસ રોજમદારોને ૭-વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય તો તેમને વર્ગ-૩ ની લેરીલ કામગીરી સોપી ૯૫૦-૧૫૦૦ ના ગ્રેડ આપવાનો થાય છે જેનો અમલ આજ દિન સુધી કરવામાં આવેલ નથી.

(૭) વર્ગ-૪ના કર્મચારીઓને બોનસ તરીકે રૂ/-૩૪૫૪- આપવામાં આવે છે જે છેલ્લા બે વર્ષથી રૂ/-૧૧૮૪/- આપેલ છે. જે પુરો બોનસ રકમ  આપવા વિનંતી.

(૮) સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગનાં ૧૭/૧૦/૧૯૮૮ ના પરિપત્ર મુજબ પ્રથમ વર્ષ-૨૪૦ દિવસ પૂર્ણ કરેલ હોય તેવા વન વિભાગ નાં રોજમદારો કે જે ૧ થી ૪ વર્ષની કેટેગરીમાં આવે છે તેમણે સરકારશ્રીના તા.૧૫/૦૯/૨૦૧૪નાં પરીપત્રનાં આધારે એક વર્ષમાં ૨૪૦ દિવસથી વધુ કામગીરી કરેલ હોય તેવા રોજમદારોને બરતરફ કે નોકરી ઉપરથી છૂટા કરેલ છે જે રોજમદારોને સરકારશ્રીનાં તા.૦૬/૦૪/૨૦૧૬ના પરીપત્રમાં થયેલ સુધારાના લાભો આપી પુનઃનોકરીમા દાખલ કરી એક વર્ષમાત્ર ૨૪૦ દિવસ પૂર્ણ કરેલ હોય તેવા ૧ થી ૪ વર્ષની કેટેગરી રોજમદારોને તા.૧૫/૦૯/૨૦૧૪ તથા તા.૦૬૦૪/૨૦૧૬નાં પરીપત્રનો લાભ આપવા વિનંતી.

નોંધઃ- અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી, વિકાસ અને વ્યવસ્થા, ગુજરાત રાજય ગાંધીનગરના પત્રાંકઃવસ/૩૩/ ૧૮૪૮-૭૦/સનેઃ-૨૦૨૨-૨૩,તા.૨૫/૦૮/૨૦૨૨ના રોજ ગ્રેવેન્સ સેલની બેઠકમાં થયેલ ચર્ચા મુજબ ડિવીઝન કચેરીએથી આજદિન સુધી ઉક્ત પત્રનું પાલન કરવામાં આવેલ નથી. આમ ઉપરોકત જણાવેલ અમારી માંગણીઓને ગ્રાહય રાખવામાં નહી આવે તો નાછુટકે અમો ૧૦ દિવસ સુધી માં રજુ કરેલ મુદ્દા સ્વીકાર કરી જવાબ ના આપે તો તા..૨૯/૦૯/૨૦૨૨ ના રોજ સમગ્ર ગુજરાતના રોજમદાર અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરીશુ તેવી જાહેરાત કરવામાં આવી હતી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है