Site icon Gramin Today

ગુજરાત પત્રકાર એકતા સંગઠન દ્વારા વ્યારા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

આજરોજ તાપી જિલ્લાના પત્રકારોનો સ્નેહ મિલન કાર્યક્રમ વ્યારાના સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષપણે  યોજાયો હતો,  
તાપી: ગુજરાત પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા સાથે પ્રદેશ સમિતિના મહામંત્રી શ્રી. આર. બી. રાઠોડ, ઉપપ્રમુખ ગીરવાનસિંહ સરવૈયા, ઝોન પ્રભારી ભદોરિયા તેમજ ભાવનગર જિલ્લા પ્રમુખ વિષ્ણુભાઈ યાદવ તેમજ આઇ.ટી.સેલના નરેશભાઈ ડાખરાની ઉપસ્થિતિમા તાપી  જિલ્લાના પત્રકારોનું સ્નેહ મિલન સમારોહ  વ્યારાના સર્કિટ હાઉસ ખાતે તા: ૧૯/૧૨/૨૦ ને શનિવારે સવારે ૧૦:૦૦ કલાકે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. 

 
પત્રકારોનું સ્નેહ મિલન સમારોહ સફળ બનાવવા ઝોન પ્રભારી ભદોરિયા તેમજ લીગલ સેલનાં હરજીભાઈ બારૈયા અને જિલ્લા સંગઠનના પ્રમુખ રાકેશ ચૌધરી તથા અન્ય હોદેદારોએ ભારે જેહેમત ઉઠાવી હતી.
સ્વાગત પ્રવચન ડો. સુનીલકુમાર ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ દરેકને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, કાર્યક્રમ મા ખાસ નવસારી, સુરત,ડાંગ,તાપી સહિત જિલ્લાઓના હોદ્દેદારો હાજર રહી સ્નેહ મિલન કાર્યક્રમનાં સાક્ષી બન્યા હતાં.
સંગઠન અંગેના નાના મોટા પ્રશ્નોની ચર્ચા, સવાલ જવાબ અને જીલ્લા સંગઠન બાબતે  જરૂરી સૂચનો, જરૂરી ફેરફારો કરવા ચર્ચા કરવામાં આવી હતી, સંઘઠન માત્ર પરિવાર ભાવે ચાલતું હોય એક બીજાના સહયોગી બનવા માર્ગદર્શન કરવામાં આવ્યું હતુ,
ગુજરાત રાજ્ય સંગઠનની રચના નો પ્રારંભ તાપી જિલ્લા કક્ષાએ થી કર્યો હતો..અને દરેક મહિને માસિક મીટીંગ આ એક માત્ર તાપી જિલ્લામાં યોજાય છે,જે સરાહનીય તેમજ અભિનંદનને પાત્ર છે, એવું પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયાએ જણાવ્યું હતું. 
કાર્યક્રમમા નવસારી જીલ્લાના સહપ્રભારી આરિફભાઈ શેખ, નવસારી જિલ્લા પ્રમુખ દિપકભાઈ પરમાર, ટ્રાયબલ સમાચાર,ગ્રામીણ ટુડે ન્યુઝ, માય ટીવી અને સંસ્થાઓ ના માલિક,તંત્રી, આગેવાનો અને  ભાવનગર જિલ્લા સંગઠનના મહામંત્રી  જલદીપભાઈ ભટ્ટ હેતલ શાહ સહિત બહોળી સંખ્યામાં પત્રકારોની ઉપસ્થીતીએ કાર્યક્રમની શોભા વધારી હતી,
રાજ્ય ની ટીમે પત્રકારોની સમસ્યાઓ જાણી તેના યોગ્ય ઉત્તર અને ઉકેલ માટે માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપવામાં આવ્યું હતું.  સુરત થી હરજીભાઈ બારૈયા, રીટા સિંઘ,મોહસીન વિડિયો શૂટિંગ તેમજ ફોટોગ્રાફર તરીકે જનક દલાલ કાર્યક્રમમાં પોતાની  ફરજ બજાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન બિંદેશ્વરી શાહએ શેર,શાયરી સાથે કર્યું હતું, અને આમ કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો, કાર્યક્રમની આખરે તમામ મિત્રોએ સમૂહ ભોજન કરી અન્ન ભેળાં એના મન ભેળાં..કહેવત ને સાર્થક કરી હતી…
કાર્યક્રમનાં અંતે  પ્રદેશ અધ્યક્ષ દ્વારા ઉપસ્થિત તમામ હોદ્દેદારો,પત્રકાર ભાઈ-બહેનોને નૂતન વર્ષ ૨૦૨૦ની શુભેચ્છાઓ  પાઠવી હતી.

Exit mobile version