Site icon Gramin Today

કોવીડ -19ની સ્થિતિ ધ્યાને લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પ્રવાસન સ્થળોમાં પ્રવેશ માટેના ધારાધોરણ નક્કી કરાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સર્જનકુમાર 

કોવીડ -19ની સ્થિતિ ધ્યાને લઇ નર્મદા જીલ્લાનાં કેવડીયા ખાતેનાં  સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓનાં પ્રવેશ માટેના ધારાધોરણ નક્કી કરાયા: 

નર્મદા: COVID-19ની સ્થિતીને ધ્યાને લઇને પ્રત્યેક આકર્ષણ સ્થળોએ કેટલાક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે તે જ પ્રમાણે પ્રવાસીઓને પ્રવેશ અપાશે.

(૧) રીવર રાફટીંગ – રીવર રાફટીંગમાં કુલ ૩ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે. જેમાં પ્રથમ સ્લોટ સવારે ૧૦.૦૦થી હશે. પ્રત્યેક સ્લોટમાં ૨૫ પ્રવાસીઓને જ પ્રવેશ અપાશે, COVID-19ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે,પ્રવેશ સમયે સેનેટાઇઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તો સાથે-સાથે ટેમ્પરેચર માપીને જ પ્રવેશ આપવામાં આવશે.

(૨) એકતા નર્સરી – એકતા નર્સરીમાં ૧૦ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.જેમાં સવારે ૮ થી સાંજે ૬ સુધી પ્રવેશ લઇ શકાશે, પ્રત્યેક સ્લોટમાં ૫૦ પ્રવાસીને પ્રવેશ અપાશે, આખા દીવસ દરમ્યાન ૫૦૦ પ્રવાસીઓ લાભ લઇ શકશે. COVID-19ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે,પ્રવેશ સમયે અને અલગ-અલગ જગ્યાએ સેનેટાઇઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તો સાથે-સાથે ટેમ્પરેચર માપીને જ પ્રવેશ આપવામાં આવશે.

(૩) કેકટસ ગાર્ડન અને બટરફલાઇ ગાર્ડન – કેકટસ ગાર્ડન અને બટરફલાઇ ગાર્ડનમાં ૮ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.જેમાં સવારે ૯ થી સાંજે ૫ સુધી પ્રવેશ લઇ શકાશે.પ્રત્યેક સ્લોટમાં ૫૦ પ્રવાસીને પ્રવેશ અપાશે,આખા દીવસ દરમ્યાન ૪૦૦ પ્રવાસીઓ લાભ લઇ શકશે. COVID-19ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે,પ્રવેશ સમયે અને અલગ-અલગ જગ્યાએ સેનેટાઇઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તો સાથે-સાથે ટેમ્પરેચર માપીને જ પ્રવેશ આપવામાં આવશે.
૪) વિશ્વવન – વિશ્વવનમાં ૧૨ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.જેમાં સવારે ૮ થી સાંજે ૭ સુધી પ્રવેશ લઇ શકાશે.પ્રત્યેક સ્લોટમાં ૫૦ પ્રવાસીને પ્રવેશ અપાશે,આખા દીવસ દરમ્યાન ૬૦૦ પ્રવાસીઓ લાભ લઇ શકશે. COVID-19ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે,પ્રવેશ સમયે અને અલગ-અલગ જગ્યાએ સેનેટાઇઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તો સાથે-સાથે ટેમ્પરેચર માપીને જ પ્રવેશ આપવામાં આવશે.

Exit mobile version