Site icon Gramin Today

કોરોના કહેર વચ્ચે આખા દેશમાં પ્રકાશ પર્વની સરકારે કરી અપીલ; પ્રજાનો જબરદસ્ત પ્રતિસાદ!

કોરોના કહેર વચ્ચે દેશમાં સરકારે કરેલી અપીલને ધ્યાને લઈ  ૯ મિનીટનાં પર્વને જનતાએ આપ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ! આદરણીય ગૃહમંત્રી અમિત શાહએ ટ્વીટ કર્યું કે કોરોના લડાયમાં  દેશની જનતા સરકારની સાથે,  એક દીવો “કોરોના ફાયટરો” માટે!  લોકોએ આપ્યો એકતા અને ઉર્ઝાનો  સંદેશ,

                                                                                                    વિજ્ઞાનની દ્રષ્ટીએ પ્રકાશ:

  ધર્મની દ્રષ્ટીએ પ્રકાશ:

કેવી રીતે આપણે પ્રકાશમાં ચાલવાનો સંકલ્પ કરી શકીએ? કોણે પોતાને  હું પ્રકાશ છુ એવો દાવો કર્યો છે ખરો ?  માનવ સભ્યતામાં શું કોઈએ હું પ્રકાશ છું? મારાં પ્રકાશમાં ચાલો એવો દાવો કર્યો છે?  દરેક ધર્મો માનવ જીવન માટે મહત્વનું સિક્ષણ આપે છે, જેથી માનવ જીવન સરળ અને આશિર્વાદિત બને, ઈસુએ ૨૦૦૦ વર્ષ પહેલાં પૃથ્વી પર  જન્મ લીધો તેમણે કહ્યું કે હું જગત માંટે પ્રકાશરૂપ છું, મારી પાછળ ચાલનારા અને  અનુસરનાર અંધકારમાં ઠોકર ખાસે નહિ: ઇસુ ખ્રિસ્ત સંસારમાં પ્રકાશ બનીને આવ્યા તેમના પર વિશ્વાસ કરનારાં પણ જગત માટે પ્રકાશરૂપ થશે! જ્યાં સુધી ખ્રિસ્તી વ્યક્તિ બીજા અન્ય  વ્યક્તિ માટે કામનો નથી બનતો ત્યાં સુધી તે વગર કામનો હોલવાયેલ દીવા સમાન છે, તેના સારા કામો અને દુશ્મન પર પ્રેમ અને માફી, દયા, ભલાયનાં કામો જ તેને સળગતો દીપ બનાવે છે,    આવો આપણે બીજા માટે પ્રોત્સાહન રૂપ બનીએ કે જેઓ કોરોના ફાયટરો છે, રોજ  પોતાનાં જીવનાં જોખમે રાત દિવસનો  ખ્યાલ રાખ્યા વગર  લોક સેવા કરી રહ્યા છે,  આવો સાથે મળીને ઉજવીએ દરરોજ પ્રકાશ પર્વ! 

પ્રકાશનો ઈતિહાસ:  

પ્રકાશ અને વિદ્યુતચુંબકીય વિકીકરણ  કણ સ્વરૂપે મળે છે, તેવો ખ્યાલ સૌપ્રથમ ૧૯૦૦માં જર્મન ભૌતિક વિજ્ઞાની  મેક્સ પ્લાંકે  આપ્યો. પ્લાંકે પ્રતિપાદિત કર્યું કે પ્રકાશ અને વિદ્યુતચુંબકીય વિકિરણ કણોના પ્રવાહ તરીકે મળે છે. આવા કણની ઊર્જાના જથ્થાને ક્વૉન્ટમ કહે છે. ઊર્જાનો ક્વૉન્ટમ એ વિદ્યુતચુંબકીય તરંગોનું પૅકેટ (wave packet) છે આવા તરંગપૅકેટ અથવા ઊર્જાના ક્વૉન્ટમનું વિભાજન કરી શકાતું નથી. એટલે કે કોઈ પણ સંજોગોમાં ઊર્જાનો અપૂર્ણાંક ક્વૉન્ટમ મળી શકે નહિ, પણ ઓછી-વત્તી ઊર્જા ધરાવતો ક્વૉન્ટમ અથવા ફોટૉન મળી શકે છે. આઇન્સ્ટાઇની ફોટોઈલેક્ટ્રિક અસર દ્વારા પ્રકાશના આ કણવાદને સમર્થન મળ્યું. આધુનિક ભૌતિકશાસ્ત્રમાં હ્યુજીન્સના તરંગવાદ અને ન્યૂટનના કણવાદનો સમન્વય કરવામાં આવ્યો છે. એટલે કે હવે એમ માનવામાં આવે છે કે પ્રકાશ તરંગ અને કણ (ફોટૉન) એમ બંને રીતે અસ્તિત્વ ધરાવે છે.(વીકીપીડીયા)

આદરણીય પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઈ  મોદીનાં એક  આહવાન પર આખો દેશ કાંઇક પણ અને કહ્યાં કરતાં વધારે કરે છે, તેવામાં આદરણીય મોદીજીએ સતત અપીલ કરતી રહેવી જોઈએ કે લોકો બિન જરૂરી ઘરમાંથી બહાર નાં નીકળે અને લોક ડાઉનમાં સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન્સને અનુસરે, 

Exit mobile version