Site icon Gramin Today

કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ વેઇટલિફ્ટર, અચિંતા શિયુલીને અભિનંદન આપ્યા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ વેઇટલિફ્ટર, અચિંતા શિયુલીને અભિનંદન આપ્યા:

પ્રધાનમંત્રીશ્રી નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ગયેલી  ભારતીય ટુકડી સાથે વાતચીત કરી:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ વેઈટલિફ્ટર અચિંતા શિયુલીને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ અચિંતા શિયુલી સાથેની તેમની તાજેતરની વાતચીત પણ શેર કરી હતી જ્યારે ભારતીય ટુકડી CWG ગેમ્સ માટે રવાના થઈ હતી.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી કહ્યું; “પ્રતિભાશાળી અચિંતા શિયુલીએ કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો તેનો આનંદ છે. તે તેના શાંત સ્વભાવ અને મક્કમતા માટે જાણીતા છે. તેમણે આ વિશેષ સિદ્ધિ માટે ખૂબ જ સખત મહેનત કરી છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી તેમને શુભેચ્છાઓ.”

અમારી ટુકડી કોમનવેલ્થ ગેમ્સ માટે રવાના થઈ તે પહેલાં, મેં અચિંતા શિયુલી સાથે વાતચીત કરી હતી. અમે તેમને તેમની માતા અને ભાઈ તરફથી મળેલા સમર્થનની ચર્ચા કરી હતી. મને એ પણ આશા છે કે હવે જ્યારે મેડલ જીત્યો હોય ત્યારે તેને ફિલ્મ જોવાનો સમય મળે.

રમતગમત મંત્રીશ્રી અનુરાગ સિંહ ઠાકુરે અચિંતા શિયુલીને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી ઠાકુરે ટ્વીટ કર્યું, “અચિંતા શિયુલી કે જેઓ તેમના પ્રશિક્ષણ આધાર NSNIS પટિયાલામાં શ્રી શાંત તરીકે ઓળખાય છે, તેમણે CWG2022માં ભારત માટે ત્રીજો ગોલ્ડ જીત્યો છે. અચિંતાને ભારતનું નામ રોશન કરવા અને મેડલ જીતીને ગેમ્સ રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન. કુલ 313 કિલોની લિફ્ટ પ્રશંસનીય છે!!

Exit mobile version