Site icon Gramin Today

ઈ-વ્હીકલની ખરીદી પર આર.ટી.ઓ. દ્વારા અપાતો સબસિડીનો લાભ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વેબટીમ

ઈ-વ્હીકલની ખરીદી પર આર.ટી.ઓ. દ્વારા અપાતો સબસિડીનો લાભ: 

આર.ટી.ઓ. – રાજકોટ દ્વારા અત્યાર સુધીમાં ૩૭૪ ઈ-વાહનોને ૧ કરોડથી વધુની સબસીડી આપવામાં આવી, 

સબસીડીનો લાભ મેળવવા ”ડિજિટલ ગુજરાત” પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી ફરજીયાત, 

રાજ્ય સરકર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના વ્યાપ વધે અને પર્યાવરણને નુકસાનથી બચાવવા માટે પ્રોત્સાહન રૂપે જુદા જુદા પ્રકારે સબસીડી આપવામાં આવતી હોય છે.

 વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ ઈલેકટ્રીક વહિકલ પોલિસી – ૨૦૨૧ અંતર્ગત બેટરી સંચાલિતટુ-વ્હીલર પર મહત્તમ રૂ. ૨૦,૦૦૦, થ્રિ વ્હીલર રૂ. ૫૦,૦૦૦ તેમજ ફોર વ્હીલર પર રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની સબસીડી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત રાજકોટ આર.ટી.ઓ. દ્વારા તા. ૧-૭-૨૦૨૧ થી તા. ૪-૫-૨૦૨૨ સુધીમાં ૩૫૩ ટુ-વ્હીલર અને ૨૧ ફોર વ્હીલર મળીને કુલ ૩૭૪ ઈ-વાહનોને રૂ. ૧.૦૨ કરોડની સબસીડી આપવામાં આવી હોવાનું આર.ટી.ઓ. અધિકારીશ્રી પી.બી. લાઠીયાએ જણાવ્યું છે.

જે ઈ-વાહન ધારકોએ તા. ૧-૭-૨૦૨૧ બાદ વાહન લીધેલ હોઈ તેમજ રાજ્ય સરકાર દ્વારા અપાતી અન્ય કોઈપણ પ્રકારની સબસીડીનો લાભ ન મેળવ્યો હોઈ તે વાહન ધારક ”ડિજિટલ ગુજરાત” પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકે છે.

સબસીડી માટે તૈયાર કરાયેલી પોલિસી મુજબ ટુ વ્હીલર વાહનની મહત્તમ ફેક્ટરી કિંમત રૂ.૧.૫ લાખ, થ્રી વ્હીલર ની રૂ. ૫ લાખ તેમજ ફોર વ્હીલર ની કિંમત રૂ. ૧૫ લાખથી વધુ ન હોવી જોઈએ, તેમજ બેટરીની ક્ષમતા કે.ડબ્લ્યુ.એચ. રૂ. ૧૦ હજારના ગુણાંકમાં સબસીડી મળવાપાત્ર હોઈ છે.

Exit mobile version