Site icon Gramin Today

આહવામાં યોજાયો “વિશ્વ આદિવાસી દિવસ” ઉજવણીનો કાર્યક્રમ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ   

આહવા; તા; ૯; આહવાના આંગણે યોજાયેલા “વિશ્વ આદિવાસી દિવસ” ઉજવણી કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગના “કોરોના વોરીયર્સ” સહિત જુદા જુદા ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારા વ્યક્તિ વિશેષોનું મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે જાહેર સન્માન, અભિવાદન કરાયું હતું. 

ડાંગ જિલ્લામાં “કોરોના” સંક્રમણના કપરા કાળમાં “કોવિડ-૧૯” અંતર્ગત ફરજરત મેડીકલ ઓફિસરો કે જેઓ પોતાની કે પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વિના ફ્રન્ટલાઈન “કોરોના વોરીયર્સ” તરીકે તેમની ફરજ બજાવી રહ્યા છે તેમનું યથોચિત સન્માન કરતા મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ આદિવાસી સમાજની સેવા બદલ આ કોરોના યોદ્ધાઓની સેવાઓને બિરદાવી શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આહવાના મુખ્ય સ્ટેજ ઉપરથી મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ જનરલ હોસ્પીટલ-આહવાના મેડીકલ ઓફિસર રિદ્ધિ પટેલ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ઝાવડાના મેડીકલ ઓફિસર ગર્વિના ગામીત અને પિંપરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુસ મેડીકલ ઓફિસર ડો. કોમલ ખેંગારનું શાલ ઓઢાડી, સન્માન પત્ર એનાયત કરી જાહેર અભિવાદન કર્યું હતું.

આ ઉપરાંત “વિશ્વ આદિવાસી દિવસ” ઉજવણી કાર્યક્રમ દરમિયાન આરોગ્ય શાખાના ઈ.એમ.ઓ. ડો. ડી.સી.ગામીત, જનરલ હોસ્પિટલ-આહવાના મેડીકલ ઓફિસર ડો.ગૌરાંગ પટેલ, અને સ્ટાફ નર્સ મનીષા ભોયે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીમ્પરીના મેડીકલ ઓફિસર ડો.અનુરાધા ગામીત, અને એફ.એચ.ડબ્લ્યુ. શ્રીમતી ઉર્મિલા જાદવ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીપલદહાડ (કડમાળ)ના એમ.પી.એચ.ડબ્લ્યુ. જીગ્નેશ ચૌધરી, તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સાકરપાતળ (મલીન)ના આશા શ્રીમતી નિર્મલા ઝીરવાડનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે. આજના આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય ઉપરાંત શિક્ષણ, નિટ અને જેઈઈ, રમત ગમત, પશુપાલન, ખેતી જેવા ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન કરનારાઓનું પણ સન્માન, અભિવાદન કરવામાં આવ્યું હતું.

Exit mobile version