Site icon Gramin Today

આદિજાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઓપન કરાયું:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

સુરત જિલ્લાના આદિજાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઓપન કરવામાં આવ્યું છે. જે બાબતે વિદ્યાર્થીઓને સત્વરે અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, 

આદિજાતિના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટેનો લાભ મેળવવા માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે ધો.૧૧ અને ૧૨ અને કોલેજ કક્ષાના અભ્યાસક્રમો કરતા આદિજાતિના વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકે તે માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર તા.૧૦/૩/૨૦૨૩૪ સુધી રી-ઓપન કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ અરજી ઓનલાઈન કરવાની બાકી હોય તેઓએ તા.૧૦મી માર્ચ સુધીમાં શિષ્યવૃત્તિની ફાયનલ સબમીટ કરવાની રહેશે. અરજી કરતી વખતે એનપીસીઆઈ સર્વર પર બેંક ખાતા સાથે આધાર નંબર સીડીંગ હોવુ તેમજ ડીબીટી એનેબલ કરવું ફરજીયાત હોવાથી બેંકનો સંપર્ક કરી એકાઉન્ટ-આધાર સીડીંગ અને ડીબીટી એનેબલની પ્રક્રિયા એપીસીએલ સર્વર પર પુર્ણ કરવી. તેમ મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ સુરત દ્વારા એક અખબારી યાદી માં જણાવાયું છે. 

Exit mobile version