Site icon Gramin Today

ડાંગ જિલ્લાના ૧૭ માર્ગોનું રૂ. ૩૯૭૧.૬૨ લાખના ખર્ચે રિસર્ફેસીંગ કરાશે: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ  પ્રદીપ ગાંગુર્ડે

ડાંગ જિલ્લાના ૧૭ માર્ગોનું રૂ. ૩૯૭૧.૬૨ લાખના ખર્ચે રિસર્ફેસીંગ કરાશે: 

વઘઈ: ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે સૂચવેલા જિલ્લાના ૧૭ જેટલા આંતરિક માર્ગો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાતા જોબ નંબર ફાળવવામાં આવ્યા છે.

આ અંગેની વિગતો આપતા ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ ૧૧૯.૦૭ કિલોમીટર લંબાઇના, ૧૭ જેટલા માર્ગો રૂપિયા ૩૯૭૧.૬૨ લાખના ખર્ચે મંજૂર કરી, તેને જોબ નંબર ફાળવવા અંગેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પત્ર તેમને મળવા પામ્યો છે.

જેમાં ધારાસભ્યશ્રીએ સૂચવેલા ગ્રામીણ માર્ગો (૧) ગડદ થી ડોન, (૨) વઘઈ-દોડીપાડા-દગડીઆંબા-ભેંડમાળ રોડ, (૩) લવચાલી-ઘાણા, (૪) મેઇન રોડ ટુ સરવર, (૫) માલેગામ-ગોટીયામાળ-સોનુનિયા- હુંમ્બાપાડા રોડ, (૬) આહિરપાડા-ઝરી-વાડયાવન રોડ, (૭) ભેંસકાતરી- કાકરદા-ભોંગડીયા-એન્જિનપાડા રોડ, (૮) ઢોંગીઆંબા-લહાનકસાડ-મોટી કસાડ રોડ, (૯) બોરિગાંવઠા-મહારાઈચોંડ રોડ, (૧૦) આહેરડી-નડગચોંડ રોડ, (૧૧) કસાડબારી-હાડોળ રોડ, (૧૨) ઘોઘલી-કાસવદહાડ-સુંદા-વાસુર્ણા-ચીખલી રોડ, (૧૩) માછળી-ખાતળ રોડ, (૧૪) સાતબાબલા વી.એ. રોડ, (૧૫) ભવાનદગડ-ધૂળચોંડ-આમસરવલણ રોડ, (૧૬) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, તથા (૧૭) ઈસખંડી વી.એ. રોડ મળી કુલ ૧૭ માર્ગો, કે જેની લંબાઈ ૧૧૯.૦૭ કિલોમીટર છે, તે મંજૂર થવા પામ્યા છે.

ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઈ, અને સુબીરના ગ્રામીણ વિસ્તારો માટે અતિ ઉપયોગી એવા આ માર્ગો મંજૂર થતાં અહીંના પ્રજાજનો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે તેમ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું.

Exit mobile version