Site icon Gramin Today

વાંસદા તાલુકાના જીવાદોરી સમાન જુજ ડેમ ઓવરફલો થતાં ખેડૂતોમાં આનંદો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

વરસાદની લગાતાર મુશળધાર બેટીંગથી વાંસદા તાલુકા ના જીવાદોરી સમાન જુજ ડેમ અને કેલીયા ડેમ થયા ઓવર ફલો.

જળબંબાકાર દ.ગુજરાત માં થતાં વાંસદા તાલુકાની નદીઓ અને જુજ ડેમ રાતે થયા ઓવર ફલો. 

જુજ ડેમ નવા નીરના વધામણાંથી થયો ઓવર ફલો અને કેલીયા ડેમ પણ ઓવર ફલો ની આશંકા:

વાંસદા અને ચીખલીનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા પૂજા અર્ચના વિધિ કરીને નીર નાં વધામણાં કરવામાં આવ્યા હતાં.

સમગ્ર ગુજરાત ભરમાં લગાતાર લગભગ અઠવાડિયેથી મેઘરાજાની બેટીંગથી દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર પાણી જ પાણી ગુજરાત ના નાના મોટા તમામ ડેમમાં પાણી છલકાઈ ગયાં છે પરંતુ વધારે પડતાં વરસાદ ને કારણે અમુક ગામડાઓમાં પાણી ફરી વળતાં નુકસાન અને આફતનો સામનો કરવો પડયો છે. ત્યારે વાંસદા તાલુકા ના પણ જીવાદોરી સમાન જુજ ડેમ ઓવર ફલો થયો છે જયારે કેલીયા ડેમ પણ ઓવર ફલો થવાની ભીંતો સેવાઈ રહી છે.

વાંસદા તાલુકા ના સિંચાઈ વિભાગ દ્વારા સંપર્ક કરતાં જાણવા મળેલ કે ગઈકાલે રાત્રે લગભગ 9 વાગ્યે ની આસપાસ જુજ ડેમ ઓવર ફલો થયો હતો. 167.95 (45સે.મી.) અસર ગ્રસ્ત ગામો કુલ 25 જેટલાં જેમાં વાંસદાના 13 ચીખલી ના 6 અને ગણદેવી તાલુકા ના 6 જેટલાં ગામો થયા છે. સિંચાઈ થી લાભિત ગામો કુલ 17 જેટલાં છે ચોવીસ કલાકમાં 134 મી.મી. વરસાદ જયારે પશ્ચિમમાં આવેલ કેલીયા ડેમનું હાલનું લેવલ 113.15 કુલ 97% ભરાયો છે. 142 મી.મી ચોવીસ કલાકમાં વરસાદ કેલીયા ડેમથી લાભિત ગામો 19 છે જયારે અસર ગ્રસ્ત ગામો 23 નો સમાવેશ થાય છે અને હજુ વરસાદ આવશે તો કેલીયા ડેમ પણ ઓવર ફલો થવાની ભીંતો સેવાઈ રહી છે જે માહિતી અનુસાર જણાયુ હતું જેથી આવનારું ઉનાળું પાકોનો લાભ ખેડૂતો લઈ શકશે જેથી પાણીની મુશ્કેલી ઓછી પડશે તેવું હાલ દેખાય રહયું છે. અને વરસાદ ની આગાહી હજુ પાંચ દિવસ સુધી રહેશે તેવું હવામાન વિભાગે અખબારોમાં જણાવેલ છે. જેથી નિચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. 

 

Exit mobile version