Site icon Gramin Today

હ્યુમન એલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાટવલી ગામે સહાય કીટનું વિતરણ કરાયું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

હ્યુમન એલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા દ્વારા પાટવલી ગામે આગજની હોનારત માં 18 પરિવારના ધર બળીને ખાખ થયેલ પરિવાર ને રાશન વિતરણ કરાયું;

સમગ્ર પરિવાર ઘર વિહોણા થયા હતા સાથે જ એ પરીવારનો ઘર વપરાશનો સમુગળો સામાન સહિત ૧૨(બાર) મુંગા પશુઓના મૃત્યુ થયા હતા, અનેક જીલ્લા પંચાયત,સામાજિક  સંગઠનો  સહીત bttp દ્વારા પણ કરાઈ હતી મદદ, 

ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે થોડા દિવસ અગાઉ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ૧૮ પરિવારોઓના ઘર અગમ્ય કારણસર આગ લાગતા બળીને ખાખ થયા ગયા હતા. અને એ સમગ્ર પરિવાર ઘર વિહોણા થયા હતા. સાથે જ એ પરીવારનો ઘર વપરાશનો સામાન સહિત ૧૨(બાર) મુંગા પશુઓના મૃત્યુ થયા હતા. જે ઘટનાને લઈ સમગ્ર આદિવાસી વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આખે આખા ઘર દેખ દેખતામાં જ બળીને રાખ થઈ ગયા હતા. જેના સમાચાર તાપી જિલ્લાના વ્યારા ખાતે હ્યુમન એલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારાના પ્રમુખ અંકિત ગામીતને સોશિયલ મીડિયા તેમજ સ્થાનિક સમાચાર પત્રના માધ્યમથી મળતા એ ગરીબ આદિવાસી પરિવારને ચિંતા કરી તરત ફંડ ઉભુ કરી પાટવલી ગામે આગમાં બળી ગયેલ કુલ ૧૮ ઘરના પરિવારો કુલ ૪૮ સભ્યોને ફાઉન્ડર અંકિત ગામીતે તેમના માતા-પિતા તેમજ વોલેન્ટીયર્સ સાથે રાખી, પાટવલી ગામે આવી રાશન માં ૩૦ કિલો ચોખા, ઘઉં , દાળ , ૧૦ લિટર તેલ તેમજ અન્ય કરિયાણું અને કપડાં વગેરેનું સામાન વિતરણ કર્યું હતું.

વધુમાં ઘટના સ્થળે ગંભીર પરિસ્થિતિ જોતા પરિવારને આશ્વાસન આપ્યું છે, કે નવા ઘર બનાવવા માટે આદિવાસી સમાજના સેવાભાવી લોકોના સહયોગથી હજુ બનતી મદદરૂપ બનીશુ એવું જણાવ્યું હતું. 

આદિવાસી સમાજમાં પેલી કહેવત છે. ને એક છેડે આગ લાગે તો બીજે છેડેથી લોક દોડી આવી તરત આગ હોલવે આવું જ કંઈક ઉત્તમ ઉદાહરણ આ ફાઉન્ડેશનના નવ યુવાનોએ આપ્યું છે. આ કરૂણ ઘટના તેમજ આવા નવયુવાનો પરથી કંઈક શીખીએ. ફુલ નહિ તો ફુલની પાંખડી સ્વરૂપે આવા ગરીબ અને આદિવાસી પરિવારને મદદરૂપ થાય તો ગરીબ પરિવારની દુવા અને આશીર્વાદ જિંદગીભર માટે ઉપયોગી સાબિત થતા હોય છે.

Exit mobile version