Site icon Gramin Today

સ્વચ્છ ભારત મિશન તાપી દ્વારા વિશ્વ વિરાસત દિવસની ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

સ્વચ્છ ભારત મિશન વિભાગ, તાપી દ્વારા “વિશ્વ વિરાસત દિવસ”ની ઉજવણી કરાઈ:

વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે ગ્રામ પંચાયતો, આરોગ્ય કેન્દ્રો, ધાર્મિક સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવી

 વ્યારા-તાપી: તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ દ્વારા આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, આંગણવાડી વર્કર, આશાવર્કર-સખીમંડળની બહેનો, સરપંચશ્રી તેમજ ગામના આગેવાનનો સાથે સંકલન સાધીને વિશ્વ વિરાસત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કમાલછોડ, ઉચ્છલ, ધજાંબા, વાંસકુઈ, ફુલવાડી,પાઠકવાડી,પીંપરીપાડા વિગેરે તમામ તાલુકાઓના જુદા-જુદા ગામોમાં એસબીએમના સ્ટાફ દ્વારા ગ્રામજનોને સમજણ પુરી પાડવામાં આવી હતી કે, ગામની તમામ મિલકત આપણી વિરાસત જ છે. જેનો અસરકારક ઉપયોગ કરીને તેની સાફ-સફાઈ અને જાળવણી અતિ આવશ્યક છે.


વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે ગ્રામજનોએ પણ ગામ, ગામના જાહેર સ્થળો, પંચાયત ઘરો તેમજ ધાર્મિક સ્થળોની સાફ-સફાઈ કરી અન્ય લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે સ્વચ્છ ભારત મિશન વિશ્વનું સૌથી મોટું અને સફળ વર્તણૂંક પરિવર્તન ઝુંબેશ છે. જેનો હેતુ જનભાગીદારી દ્વારા સ્વચ્છતા પ્રત્યે ગ્રામજનોને જાગૃત કરી તેમની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને જીવનની ગુણવત્તામાં સુધાર લાવવાનો છે. 

Exit mobile version