Site icon Gramin Today

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં એક બાજુ વિકાસ અને બીજી બાજુ સત્તામંડળ દ્વારા નોટિસ મોકલાય :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં એક બાજુ વિકાસ અને બીજી બાજુ સત્તામંડળ નાખે છે રોડા;

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ સત્તા મંડળ માં સમાવેશ થતાં બાંધકામો તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચનાઓ જારી કરાતા આદિવાસીઓમાં ભારે રોષ!!!

 સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળમાં સમાવેશ 19 ગામોની હદ વધારી (SOUADTGA) દ્વારા દ્વિતિય હદ વિસ્તારમાં સમાવેશ થતાં ગરૂડેશ્વર તાલુકાના ગામોમાં ચાલતાં બાંધકામો તાત્કાલીક અસરથી બંધ કરાવવા ટીડીઓ, મામલતદાર અને ગામના તલાટીઓને સૂચના આપી કામો અટકાવી રહ્યા છે.જે કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે અને રોકાણકારોમાં રોષ ફેલાયો છે.ગરૂડેશ્વર, ભાણાદરા, બોરિયા, ભીલવાસી, ઉમરવા (જોષી),મીટી રાવલ, નાની રાવલ, વાંસલા (પૂર્ણ ગામ ) એકતેશ્વર, ગાભાણા, કોઠી, ખડગદા, ગાડકોઇ, આમદલા, ખલવાણી, પંચમુળી, વડગામ (પૂર્ણ ગામ) આ 18 ગામોના કેટલાક પાર્ટનો અમાવેશ કરવામાં આવ્યો છે.

ગરુડેશ્વર તાલુકાના મામલતદાર ટીડીઓ અને તમામ ગ્રામપંચાયતને SOUADTGA દ્વારા એક નોટિસ આપવામાં આવી છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SQUADTGA) ની દ્વિતિય હદ વિસ્તારની દરખાસ્ત સરકારમાં મંજૂરી અર્થે સાદર કરવામાં આવેલ છે.જેથી આ ગામોમાં જમીન માલિકો દ્વારા હાલમાં ગેસ્ટ હાઉસ, ટેન્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, હોમ સ્ટે, રીસોર્ટ, તથા રહેણાંક (સોસાયટી) માટે બાંધકામ કરવામાં આવી રહેલ છે.જે બાંધકામોને લગતા સાધનિક પુરાવાઓ જેવા કે, જમીન માલીકીનો રેવન્યુ રેકર્ડ (7/12, 8/એ, ગામ નમુના નં.6), નગર નિયોજક, નર્મદા (રાજપીપલા) કચેરી દ્વારા અભિપ્રાય સહ પાઠવેલ લેઆઉટ પ્લાન બિલ્ડીંગ પ્લાન, ગ્રામ પંચાયત દ્વારા પાઠવેલ બાંધકામ પરવાનગી, રજાચિઠ્ઠી અથવા સક્ષમ અધિકારી તરફથી પાઠવેલ બિનખેતી હુકમ, ચીફ ફાયર ઓફીસર, રાજપીપલા અથવા રીજીનલ ફાયર ઓફીસર, સુરત પાસેથી મેળવેલ ફાયર અંગે “ના વાંધા પ્રમાણપત્ર તથા હોટલમાં ફાયર હાઇડ્રન્ટ સીસ્ટમ લગાવેલ હોય તો તેના ફોટોગ્રાફ્સની પ્રમાણિત નકલ વિગેરે આનુસાંગિક પુરાવા દિન-7માં રજુ કરવા જમીન માલિક કબજેદારોને નોટિસ આપવામાં આવી છે.અને તાત્કાલિક અસર થી કામગીરી બંધ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

Exit mobile version