Site icon Gramin Today

સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે નવા હોસ્ટેલ બિલ્ડીંગ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે નવા હોસ્ટેલ બિલ્ડીંગ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો: 
તાપી જિલ્લા પંચાયત પ્રમુખ, આદિજાતિ કમિશનર અને તકેદારી અધિકારી તથા પૂર્વ મંત્રીશ્રી ના  હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ વિસ્તારના  બાળકોને સુવિધાયુક્ત રહેવાની સુવિધા અને શિક્ષણ  મળી રહે અને તેઓ પણ એન્જિનિયર ડોક્ટર બને તેવા આશયથી નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. આ પ્રસંગે સાર્વજનિક હાઇસ્કૂલના ટ્રસ્ટીઓએ સાર્વજનિક હાઈસ્કૂલ ને પ્રાઇવેટ સ્કુલ જેવી આધુનિક બનાવવા વચન આપ્યું હતું. 


સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે  ગરીબ મધ્યમ વર્ગ સાથે આદિવાસીઓના બાળકો પણ ખાનગી શાળા જેવી સુવિધાઓ મેળવી શકે તેવા ટ્રસ્ટીઓના પ્રયત્ન.
સોસાયટીના પ્રમુખ જીગ્નેશભાઈ દોણવાડા, ચિંતનભાઈ દેસાઈ, હેતલભાઈ મહેતા, નીખીલભાઈ સેઠ સાથે સોનગઢ નગરપાલિકાના પ્રમુખ ટપુભાઈ ભરવાડ વિશેષ ઉપસ્થિત રહ્યા. 


સન. ૧૯૫૫ થી શિક્ષણ અર્થે  કાર્યરત આ શાળા ને આધુનિક શાળા બનાવવા ની શરૂઆત કરવામાં આવી.
આ વર્ષ થી સેલ્ફ ફાઈનાન્સ ધોરણે શાળામા 11/12 સાયન્સ વિભાગ પણ શરૂ કરાયો છે, જેની નોધ વિદ્યાર્થીઓ અને વાલીઓ લે તે જરૂરી.
સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરતાં  બાળકો પણ એન્જિનિયર, ડોક્ટર બને તે શુભ આસાય ને લઇ  સાયન્સ વિભાગ શરૂ કરાયો.
કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શિક્ષકો એ ઉપસ્થિત તમામને મહેમાનો અને અધિકારીઓને આવકાર આપી આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં તાપી જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, આદિજાતિ કમિશનર અને તકેદારી અધિકારી તથા રાજ્ય સરકારનાં પૂર્વ મંત્રીશ્રી કાંતિભાઈ ગામીત સહીત  સોસાયટીના પ્રમુખ જીગ્નેશભાઈ દોણવાડા, ચિંતનભાઈ દેસાઈ, હેતલભાઈ મહેતા, નીખીલભાઈ સેઠ સાથે સોનગઢ નગરપાલિકાના પ્રમુખ ટપુભાઈ ભરવાડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. 

Exit mobile version