Site icon Gramin Today

સિણધઈ ગામે લીલવણ ફળિયામાં કાચા મેટલવાળા રસ્તા બાબતે તાલુકા વિકાસ અધીકારીને ફરિયાદ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા: કમલેશ ગાંવિત

વાંસદા તાલુકા ના સિણધઈ ગામે લીલવણ ફળિયામાં કાચો રસ્તા બાબતે વાંસદા તાલુકા કચેરીએ ઉચાપત થયા હોવાની આશંકા વચ્ચે અપાઈ ફરિયાદ:

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના સિણધઈ ગામે લીલવણ ફળિયામાં કાચો મેટલવાળા રસ્તા બાબતે ફરીયાદી મનુભાઈ ચુનીલાલ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને સંબોધીને અરજી કરવામાં આવી  હતી, અરજદાર   મનુભાઈ નું કહેવું છે કે લીલવણ ફળિયામાં અમારા ઘર તરફ જતો કાચો મેટલવાળા રસ્તો આજ દિન સુધી બનાવ્યો જ નથી. ગત ચોમાસું પહેલા મારા  પોતાના સ્વખર્ચે 80 હજાર રુપિયાની જેટલી મેટલ પોતે નાખેલ હતી, અગર જરૂર પડ્યે સક્ષીઓ અને પુરાવા પણ હમો રજુ કરવા તેયાર છીએ,  બીજું વધુમાં મનુભાઈ નું કહેવું છે કે અંદાજીત 150000/- એક લાખ પચાસ હજાર જેટલી રકમનાં  રસ્તા નું બીલ રસ્તો બનાવ્યા પૂર્ણ કર્યા વિના બીલો પાસ થઈ ગયેલ છે, સરપંચશ્રી, તલાટી ક્રમ મંત્રી તથાં કોન્ટ્રાકટર સંતોષભાઈ મોહિતે ની  મીલી ભગત દ્વારા  સરકારી ગ્રાન્ટની ઉચાપત કરેલ એવું માહીતી દ્વારા જાણવા મળેલ છે. એ ગેરરીતોનો પર્દાફાશ થવો જરૂરી છે,

વધુ માં સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે આ રસ્તો મેટલ કામ અને માટી નું કામ 464 મીટર મંજૂર થયેલ હતું. એ પ્રમાણે નું અમોએ કરેલ છે, અને એના પુરાવા અમે રજુ કરેલ છે.

હવે સાચી હકીકત વાંસદા તાલુકા વિકાસ અધિકારી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની અરજી મનુભાઈ પટેલ દ્વારા કરેલ છે, જેની હજુ સુધી કોઈ જ અધિકારી એ નોંધ કે સ્થળ પર મુલાકાત લીધી નથી. અગર વાંસદા તંત્ર આ બાબતે વધુ ધ્યાન આપે તો કેટલાંક મળતિયાઓ પોતાની શાખ બચાવવા માટે  બાહર આવશે એવું અરજદાર મનુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. 

Exit mobile version