Site icon Gramin Today

સાપુતારા પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં ઘરફોડી કરતાં તસ્કરો આખરે ઝડપાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ

સાપુતારા પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં ઘરફોડી કરતાં તસ્કરો આખરે ઝડપાયા:

વધતી ઘરફોડીની ઘટનાઓથી લોકોમા ભય ફેલાયો હતો, ગ્રામીણ ટુડે ન્યુઝ ના અહેવાલની અસર જોવા મળી:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા:  રાજ્યનું એકમાત્ર ગીરીમથક સાપુતારા ખાતે આવેલ પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં ઘરફોડી કરતાં તસ્કરોની ટોળકી ત્રાટકી રહી હતી. ઘરોનાં બંધ દરવાજા તિક્ષ્ણ હથીયાર વડે તોડી ઘરમાં ઘૂસી સામાન વેરવિખેર કરી ચોરી કરી ફરાર થઈ જતાં હતાં.‌ એવી ઘણી ઘટનાઓ સાપુતારા પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં બનવા પામી હતી. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. ઘણા લોકો રાત્રે વધતા ચોરીનાં બનાવોને લીધે ઉઘવાનું છોડી દિધું હતું. ગ્રામીણ ટુડે ન્યુઝ ના એક એહવાલથી પોલીસ વિભાગ હરકતમાં આવી ગય હતી. અને ગતરોજ ડાંગ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા સાપુતારા પોલીસની સંયુક્ત ટિમોએ બાતમીના આધારે દાહોદના કુખ્યાત ચામઠા ગેંગના તસ્કરોને પકડી પાડી ઘરફોડ ચોરીના ત્રણ વણશોધાયેલા ગુનાને શોધી કાઢવામાં સફળતા મેળવી.

સાપુતારા પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં આવેલ નવાગામ,મુંરબી અને ગોટિયામાળ ગામે ઘરફોડી ચોરીની જે ઘટના બની હતી. તે અનુસંધાને ચોરોને પકડી પડાયા છે ડાંગ જિલ્લાની પોલીસને બાતમીના આધારે પકડી પાડવામાં મોટી સફળતા મળી છે.

ડાંગ જિલ્લા એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે.નિરંજન ની ટીમ તથા સાપુતારા પોલીસ મથકનાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલ નો ડી સ્ટાફ એક્સન મોડમાં આવી વર્કઆઉટમાં હતી. તે દરમિયાન સંયુક્ત બાતમીના આધારે દાહોદ એલસીબી શાખાનો સંપર્ક કરીને આ ચામઠા ગેંગનાં તસ્કરોને ઝડપી પાડ્યા છે.

આ ગુનામાં પોલીસે અવિનાશભાઇ કિડુભાઇ ચામઠા (ઉ.વ.24, રહે. ગરાડુ ઠળીયા દેવ ફળીયા તા.ઝાલોદ જી.દાહોદ) તથા ભગીરથભાઇ ચંદુભાઇ ચામઠા,( ઉ.વ.30, રહે.ગરાડુ ઠળીયા દેવફળીયા તા.ઝાલોદ, જી.દાહોદ) ની ધરપકડ કરી, રોકડ રકમ 18,500/- તથા મોટરસાયકલ રજી. નં.GJ- 27-FJ-1532 જેની કિંમત રૂપિયા 1 લાખ તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત રૂપિયા 15 હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા 1,33,500/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. અને આ ગુનામાં સંડોવાયેલ અન્ય ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી, આરોપીઓની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

Exit mobile version